________________
૩૧૦ ]
કવિકુલકિરીટ માણસો આવી પહોંચ્યા હતા. પૂજ્ય ચરિત્રનેતાના વરદ હરતે જયજયકારના ગુંજારવ વચ્ચે શ્યામળા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવી. દેવદ્રવ્યની આવક પણ સારા પ્રમાણમાં થઈ. બહારગામથી આવનાર સ્વામિભાઈઓનું વાત્સલ્ય બેરસદના સંઘે ઘણી ભક્તિપૂર્વક કર્યું હતું. પ્રતિષ્ઠાની ક્રિયા કરવા છાણીથી ખાસ જાણકાર શ્રાવકેને બેલાવવામાં આવ્યા હતા. પુણ્યવંતના પુનિત કદમે જ્યાં થાય ત્યાં સર્વત્ર આનંદજ વર્તે છે. દીક્ષા મહોત્સવ–
બોરસદથી ચરિત્રવિભુ વિહાર કરી છાણી મુકામે પધાર્યા. ચિત્ર માસની ઓળી ઉજવવા મુનિ શ્રી ભુવનવિજયજી આદિ ઠાણ કપડવંજ ગુરૂદેવની આજ્ઞાથી રોકાયા હતા. તેમના પ્રતિદિન ચાલતા પ્રવચનેથી જનતામાં અપૂર્વ જાગૃતિ ફેલાઈ, પૂજ્ય ચરિત્રનેતાના સદુપદેશથી વૈરાગ્ય વાસિત બનેલા શા. કાતિલાલ સેમચંદ દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયા તેમના પિતાશ્રીએ પોતાના ગૃહાંગણમાં દીક્ષા મહેસવા ઉજવ્યો. ઘણાજ હર્ષપૂર્વક કાન્તિલાલની દીક્ષા વૈશાખ માસમાં મુનિ ભુવનવિજયજીના હરતે થઈ તેમનું નામ મુનિ શ્રી કંચનવિજયજી રાખી મુનિ શ્રી લમણુવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા. પિતા માતા અને પુત્ર
છાયાપુરીમાં ચરિત્રનેતાના દર્શનાર્થે મુંબઈથી શા. ગીભવનદાસ પિતાના પુત્ર રત્ન ધીરજલાલ તથા તેઓને પરિવાર વિગેરે આવ્યો હતા. મુંબઈના ચાતુર્માસમાં રીવનદાર આચાર્યશ્રીની વૈરાગ્યવાહીની દેશનાથી વૈરાગ્ય વાસિત તે બન્યાજ હતા. સંયમ સ્વીકારવાની ઉગ્રભાવના તે વખતથીજ થએલી હતી. પરંતુ તેમના પુત્ર ધીરજલાલની નાની ઉમ્મર હોવાથીજ વિલંબ થયો હતો. તેમને પિતાને પુત્ર સંયમ માર્ગે વળે એવી તીવ્ર અભિલાષા હતી. સાચા માત પિતા પણ તેજ