________________
૨૮૦ ]
કવિલકિરીટ તાબડતોબ વિહાર
આ પ્રસંગે ઉપરાછાપરી શેઠ જીવાભાઈના તરફથી સંઘમાં જલદી પધારે એવા તારે તથા પત્રો વારંવાર આવવા લાગ્યા. એટલે લાભાલાભનું કારણ સમજી એકદમ ઉગ્ર વિહારથી લીમડી મુકામે શેઠ જીવાભાઈના સંધમાં આવી પહોંચ્યા. આચાર્યશ્રીના આગમનના સમાચાર મળતા જીવાભાઈ વિગેરે સદ્ગહ ઘણે દૂર સામે આવી પહોંચ્યા હતા. લીમડીમાં ભવ્ય સામૈયાથી આચાર્યશ્રીને સત્કાર કરવામાં આવ્યો હતે લીમડીમાં સંધની બે દિવસ સ્થિરતા થઈ તે દરમ્યાન લીમડીના ઠાકોર સાહેબે ચરિત્રનેતાના દીવ્ય અને હૃદય વેધક બેધપ્રદ ઉપદેશ સાંભળવા હાજરી આપી હતી. આ પ્રવચન લીમડી ઠાકોર સાહેબને અત્યંત રૂચિકર નીવડયું; અને પુનઃ શ્રવણ કરવાની ઈચ્છા જાહેર કરી હતી. આચાર્ય મહારાજશ્રીના જલદી આગમનથી જીવાભાઈને પણ પૂર્ણ સંપ થયો હતે. પાલીતાણામાં પ્રવેશ
શ્રી શત્રુંજય સંઘની સાથે આચાર્ય દેવેશ પિતાના પરિવાર સાથે ઘણુજ હર્ષથી અનેક ગામમાં ધર્મને વિસ્તારતા શ્રી શત્રુંજયની પવિત્ર છાયામાં આવી પહોંચ્યા. આણંદજી કલ્યાણજીની પેઢીના મુનિમ તેમજ સ્થાનિક સંગ્રહ સંધના સન્મુખ આગલા મુકામે આવી પહોંચ્યા હતા. પૂજ્ય આચાર્યશ્રી આદિ મુનિપુંગને વંદન કરી પાલીતાણું પધારવા વિનંતિ કરી. સંઘવી જીવાભાઈને પૂછીને પ્રવેશ સમય નિર્ણય કર્યો, 'સંવત ૧૯૮૫ ના મહાવદ ૧૦ ના મંગલમય પ્રભાત કાલે શ્રી તરણ તારક શ્રી શત્રુંજય તીર્થની પુનિત છાયામાં સકલ ચતુર્વિધ સંઘ આવી પહોંચતાં દીગંબરની ધર્મશાલાથી દબદબા ભર્યું એક ભવ્ય સામૈયું નીકળ્યું. જેમાં પૂજ્ય આચાર્ય મહારાજ પન્યાસજી શ્રીમદ્ ભક્તિવિજયજી મહારાજ (હાલમાં આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય ભદ્રસૂરિજી) શ્રીમદ્ ભક્તિવિજયજી મહારાજ