________________
ર૬૮ ]
કવિકુલકિરીટ શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક સકલામરહસ્યવેદી આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયદાનસૂરિજી મહારાજ તથા પન્યાસજી મહારાજ શ્રીમદ્દ પ્રેમવિજયજી મહારાજ (હાલમાં આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિજી મહારાજ) મુનિશ્રી મંગલવિજયજી તથા પ્રસિદ્ધવક્તા શ્રીમદ્ રામવિજયજી મહારાજ (હાલમાં આચાર્ય શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિજી મહારાજ ) આદિ વિશાળ મુનિમંડળ તારક ગુરૂદેવની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા સરકાર પધાર્યા.
આમંત્રણ પત્રિકાઠારા ચારે તરફ આ મહત્સવની જાણ થતાં પંજાબ, મારવાડ, માલવા, ગુજરાત, કાઠિઆવાડ આદિ દેશોમાંથી ગુરૂદેવની ઉપકૃત જનતા ભાવભીના હૃદયથી આ પ્રસંગે મેટી સંખ્યામાં આવી પહોંચી.
આ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે એક ભવ્યમંડપ વિશાળ મેદાનમાં તૈયાર કરાવવામાં આવ્યો હતો. તે સુશોભીત બેડેથી, ધ્વજા, તેરણ, હાંડી-જુમ્મર આદિની સામગ્રીઓથી શોભતે મહાન વિમાનની ભ્રતિને ઉત્પન્ન કરતો હતો. જે મંડપમાં શત્રુંજય આદિ તીર્થોની રચનાઓ કરવામાં આવી હતી. સમવસરણમાં વીતરાગદેવની ભવ્ય પ્રતિમાઓ પધરાવી હતી. આઠે દિવસ ડભોઈથી, છાણીથી, સુરતથી આવેલ ગવૈયાઓ ચરિત્રનેતાની રચેલી નૂતનપૂજા તથા પ્રાચીનપૂજાઓ રાગરાગણીમય ભણાવી જનતાને ભક્તિરસમાં તરબોળ બનાવતા. છેલ્લે દિવસે શાતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું.
સંવત ૧૯૮૪ ના માગસર વદી ૬ ના શુભદિને સુમુહૂર્તમાં સેંકડે માણસની હાજરીમાં સ્વ. ગુરૂદેવનાજ પટ્ટપ્રભાવકના વરદહસ્તે ગુરૂમંદિરમાં મૂર્તિની તથા અગ્નિસંસ્કારના સ્થાને પાદુકાની સવિધિ પ્રતિષ્ઠા કરાવવામાં આવી. શાન્તિસ્નાત્ર તથા પ્રતિષ્ઠાનું વિધિવિધાન સુરતના બાલુભાઈ તથા છાણના તપસ્વી વયેવૃધ્ધ શા. જમનાદાસ (હાલમાં મુનિરાજ શ્રી જશવિજયજી) હીરાચંદ હસ્તે શુધ્ધિપૂર્વક