________________
[ રાહ
સરિશેખર ન હેય એમ માળે પહેરાવવામાં આવી હતી. જેમાં દેવદ્રવ્યની, જ્ઞાનદ્રવ્યની તથા સાધારણદ્રવ્યની આવક અભૂતપૂર્વ થવા પામી. રસીક પ્રવચન
માલારે પણ મહોત્સવ બાદ આચાર્યવર્યની આજ્ઞાથી અને સંઘના આગ્રહથી નૂતન આચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી મહારાજે તત્વમય લંબાણથી રસીક પ્રવચન સંભળાવ્યું હતું. જે પ્રવચને શ્રીવૃન્દ ઉપર અનેરી અસર ઉપજાવી હતી. ઉક્ત મહત્સવના નિમિત્તે જિનમંદિરમાં અષ્ટાહિકા મહત્સવ આડંબરથી ચાલતું હતું. તેમાં વિવિધ પ્રકારની પૂજાઓ વડેદરાના પ્રસિદ્ધ વૈદ્યરાજ જૈન ગવૈયા સ્વર્ગસ્થ બાલુભાઈ, ડાઈના મુળજીભાઈ અને અત્રેની મંડલીવાલાએ રાગ રાગણીમય પૂજાએ પ્રેમથી ભણાવી ચતુર્વિધ સંઘમાં પ્રભુ ભક્તિરસની વૃદ્ધિ કરી હતી. અને છેલ્લા દિવસે શાન્તિસ્નાત્ર ઘણાજ આડંબરથી શુદ્ધ વિધિપૂર્વક ભણવવામાં આવ્યું હતું, જેથી સંઘમાં શાન્તિ શાન્તિ અને શાન્ત છવાઈ રહી હતી. અભિનંદન પ–
ધર્મરક્ષાપરાયણ આ બને લાયક મહાત્માઓને સૂરિપદ પ્રદાનના હર્ષદાયક સત્કૃત્યથી આનંદિત થયેલા સ્વપર સમુદાયના અનેક મુનિરાજે ધર્મપ્રિય શ્રાવકવર્ગ, તેમજ સંસ્થાઓના અભિનંદનના તારે અને અનેક પત્ર આવ્યા હતા. તે તારે અને પત્રને થેકડે તેમજ સુરતના ચોમાસામાં આવેલા સમસ્ત જૈન પંજાબ મહાસભાના સર્વાનુમતે પસાર કરેલા અભિનંદન પત્ર આવેલા તે અમે અમારી દષ્ટિથી દેખેલા છે. પરંતુ બેટા આડંબરને આપને નહિ ચાહતા આ સૂરિવરેએ તેની પ્રસિદ્ધિ કરવાને નિષેધ કર્યો.