________________
ર૨૮]
કવિકુલકિરીટ ધર્મનું મૂળ દયા
દયા એજ ધર્મનું સાચું રહસ્ય છે. દયા દેવીની સેડમાં દુનિયાના અખિલ ધર્મનું ઓજસ ઓતપ્રેત થાય છે. જ્યાં દયા છે, પ્રાણીઓના રક્ષણની સદ્ભાવનાઓ છે, ત્યાં સંપત્તિઓ અને આરોગ્યતા પરસ્પર સાહેલીઓ બની દયાવંતની સેવિકાઓ બની રહે છે. જે માનના રકત બિન્દુઓમાં પ્રાણી માત્રની દયા ક્ષણે ક્ષણે વહે છે. તે જ સાચા માને છે. જ્યારે અનેક પ્રાણીઓના પ્રાણને પિતાના પાપી પેટના ખાતર અને જીહાના તુચ્છ સ્વાદની પરિપૂર્તિ માટે ધ્વંસ કરનારા માનવ નહિ પરંતુ દાન છે. જંગલના નિઝરણાના પાણી પીનારા અને તૃણ ખાનારા કાતરનેત્રોવાલા મૃગલાઓના ઉપર ક્રૂર હૃદયના શિકારીઓના તીક્ષ્ણ તીરે કેવી અગમ્ય વ્યથા ઉત્ન કરતા હશે તે તે બિચારા એ તીરેની વેદનાને સહન કરનારાજ જાણે? એ બીચારા જંગલી ધાપદે કયા ન્યાયાધીશ પાસે આ ફરીયાદને પિકાર કરે ! અન્યના પ્રાણને હરનારા પિતે પિતાની જાતને શું અમર સમજતા હશે? શાસ્ત્રકાર કહે છે કે –
ददाति दुःखं योऽन्यस्य ध्रुवं दुःखं स विन्दते । तस्मान्न कस्यचिद् दुःखं, दातव्यं दुःखभीरुणा ॥ १ ॥
જે માણસ બીજાને દુઃખ આપે છે તે પિતે જરૂર દુઃખને જ મેળવે છે. માટે દુઃખથી ડરનારાએ બીજાને કદિ પણ દુઃખ આપવું જોઈએ નહિ. સ્કન્દાદિ પુરાણમાં પણ જીવદયાની પુષ્ટી કરનારા લેકે છે – धर्मो जीवदया तुल्यो, न चापि जगति तले । तस्मात् सर्वप्रयत्नेन, कार्या जीवदया नृभिः ॥ २ ॥
જીવદયા તુલ્ય બીજો કોઈપણ જગતમાં ધર્મ નથી, માટે સર્વ પ્રયત્નથી માણસોએ જીવદયા કરવી જોઇઍ,