________________
૨૨૪]
કવિકુલકિરીટ
અને ભાત્પાદક્તા ભલભલા દર્શનાભિલુષને અસાધારણ આનંદ ઉપજાવવા સાથે સોહામણી સંપત્તિને સંચય સર્જે છે. પ્રભાવક પંચાસરા પાર્શ્વનાથ પ્રભુના ગુણ ગૌરવથી ભરપુર ચરિત્રનાયકે રચેલી બાર ભાવનાની પૂજા ઘણાજ ઠાઠથી પ્રભુ સન્મુખ ભણાવવામાં આવી હતી.
ભોયણી તીર્થ
ત્યાંથી વિહાર કરતા ભોયણી તીર્થમાં પધાર્યા. જે તીર્થની યાત્રા કરતા અનન્યાનંદને અનુભવ મલ્યો. આ તીર્થને સ્પર્શ કરતાવેંતજ બાલવયમાં તીર્થ સ્પર્શનાની મધુરી સ્મૃતિના મૃદુ અંકુરાઓ હૃદયક્ષેત્રમાં સ્પર્યા. “અઢી વર્ષની બાલઉંમરમાં દરબાર તુમ પાયે રે, મલ્લીઝન સ્વામી આ તમારા દરબારમા ” એવી સ્વકૃત સ્તવનાઓ સ્વમુખથી ઝરતી. કારણકે ચરિત્રનાયકની જન્મભૂમિ બાલશાસને ગામ આ પુનિત તીર્થથી ફક્ત ત્રણજ ગાઉ દૂર છે. એટલે બાલ્યાવસ્થાથીજ આ તીર્થની અપૂર્વ યાત્રાને અણમોલ સમય અનેકશઃ મળેલ. પૂર્વનુભૂત તીર્થની સ્પર્શના માનવોને અપૂર્વ આલ્હાદ કેમ ન ઉપજાવે? ભગવાનની સાલગીરીને પવિત્ર દિવસ નજીક આવતે હાઈ પુણ્ય ભૂમિમાં વિશેષ રેકાયા. સાલગિરિને અજબ મેળે જાયે. હજારે. માનવોના ટોળેટોળા ઉભરાયા. આ સમયે પૂજ્ય અમીવિજયજી મહારાજ સપરિવાર અત્રે પધાર્યા હતા. બન્ને વિદ્વાને પરસ્પર મળી ઘણા સંતુષ્ટ થયા.