SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ કવિકુલકિરીટ રરર ]. ટૂંક સમયમાં રચના– મુજપુર, હારીજ, કંબઈ આદિ સ્થળે ધર્મવૃષ્ટિને વરસાવતા સસ્વાગત ચાણસ્મા પધાર્યા. અત્રે બીરાજતા ભટેવા પાર્શ્વનાથના દર્શન કરી અપૂર્વ આનંદ મેળવ્યો. હંમેશાં પ્રભાવિક પ્રવચને ચાલતા. અત્રે શ્રી લબ્ધિવિજયજી સંગીત મંડળની સ્થાપના કરવામાં આવી. જે મંડળ અદ્યાપિ પ્રતિવાસર પ્રભુ સન્મુખ ભાવવાહી સ્તવને બોલી, આત્મભાવને ખેલી, ભજન ધુનમાં ડેલી, પ્રભુ ભક્તિરસના રંગમાં રેલી, જીવન સાર્થક કરી રહ્યા છે. અત્રે પણ એક જાહેર ભાષણ આપવામાં આવ્યું હતું જેમાં અનેકએ ધર્મપ્રતિજ્ઞા કરી જીવનને સદાચારી બનાવ્યું હતું. પાટણ (ગુજરાત) પધારતાં કુણઘેર નિવાસ કર્યો. જે ગામ પહેલા પાટણના પરારૂપે ગણાતું હતું. અત્રે પંચાસરા પાર્શ્વનાથના ગુણગાનસ્ય રાગરાગણીથી ભરપુર બાર ભાવનાની પૂજા વ્યાખ્યાન વાચસ્પતિજીએ ટુંક વખતમાં તૈયાર કરી. છતાંયે પાસે ભાવવાહિતા અને શબ્દ લાલિત્ય અસાધારણ ઝગમગે છે. પાટણનિવાસીઓને ચરિત્રનાયકનું આગમન ઘણાજ હઈને કરનારું થયું. કેટલાક ધમીવર્ગ કુણઘેરમાં બીરાજતા ચરિત્રનાયકના સન્મુખ આવી પહોંચ્યા, પાટણ પધારવાની વિનતિને સ્વીકાર થયા પછી સ્વાગતની શોભા કરવા તે આવેલ સજજને પાટણપ્રતિ પાછા વળ્યા. દેવવિમાન માને કે મનરમ શૃંગારગૃહ માને, પાટણનિવાસીઓએ શહેરના મુખ્ય લત્તાઓને કોઈ અજબ કળા કૌશલ્યથી શણગાય. જાણે અલકાપુરી સ્વર્ગથી ન ઉતરી હોય એમ ક્ષણભર પ્રેક્ષકવર્ગને શંકા પડતી. ઘણી મેટી સંખ્યામાં પાટણવાસીઓએ દૂર સુધી જઈ પહોંચ્યા અને બેન્ડ આદિ ઘણી સુશોભીત સામગ્રીઓથી સામૈયું કર્યું. વ્યાખ્યાન પીઠ ઉપર બીરાજતાં પહેલા માનવગણું વ્યાખ્યાન
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy