________________
સશિખર
_ ૨૦૩ સાહિત્ય પ્રકાશન કરવું તે જનતાને ઘેર બેઠા અપૂર્વ તત્ત્વ જ્ઞાનની ઉદારતાથી પ્રખા ખોલવા જેવું છે. જ્ઞાની પુરૂષે પિતાના જીવનમાં પરિશ્રમથી મેળવેલા અનેક દાર્શનિક જ્ઞાનેનું પ્રતિબિંબ કહે કે ઉપકારક વિપુલ અને સમૃદ્ધ સાહિત્ય કહે. જે જનતાને વારસામાં સુપ્રત કરે છે. હમેંશના માટે જ્ઞાન રસીક જનતાને તે અપૂર્વ જ્ઞાનને આસ્વાદ ચખાડી રાણું બનાવે છે અને તત્ત્વલીખુ જનતા આવા જ્ઞાનને પ્રતિક્ષણ ઝંખે છે.
આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજને દરેક દર્શનગ્રન્થ અવેલેકવાને અને તે ગ્રન્થમાંથી રહસ્ય મનન કરવાને અજબ શોખ હતો. વળી એટલેથી સંતોષ ન માનતા પતે અવલેકેલા ગ્રન્થને સારભૂત ઉપયોગી વિષય પિતે નૈધતા અને અત્યાવશ્યક વિષય સાથે સાથે કંઠસ્થ પણ કરતા. હજારે લેકે પ્રમાણુ જનતા ઉપગી અલભ્ય સાહિત્ય આચાર્ય દેવેશની પાસે એકઠું થયું હતું. પતે વૃદ્ધ હોઈ તેને છપાવવાનું ઓછું પસંદ કરતા, પણ ચરિત્રનેતાની પ્રેરણાથી સતત ઉદ્યોગથી સંગ્રહ કરેલ તે સાહિત્યને પ્રસિદ્ધિમાં લાવવા ચરિત્રનેતાને સુપ્રત કર્યું, વેદ, પુરાણે, ભાળે, ઉપનિષદો, ભગવદ્ ગીતા તેમજ અન્ય દર્શાન્તરીય બહોળા પ્રત્યેની સૂરિશેખરે પદ્યબદ્ધ અને ગદ્યબદ્ધ નેધ કરી હતી. તે વિકીણું સાહિત્યને જુદા જુદા ટીપ્પણે કરી હિન્તિ ભાષામાં વિવેચન કરી વિષયોને ક્રમબદ્ધ અનુસંગત ગોઠવી. અખિલ સંગ્રહને બહાર પાડવા ચરિત્રનેતાને ઉત્સાહ વધ્યો. યજ્ઞાદિમાં થતી હિંસા અનુચીત જ છે વિગેરે અનેક વિષયે અને તેના યુક્તિ પુરસ્સર ખુલાસાઓ આ ગ્રન્થમાં આલેખ્યા છે. વળી સ્પષ્ટ ટીપણું અને સરલ ભાષામાં સમજુતી આપવામાં ચરિત્રનેતાની મતિએ અને..કલમે અજબ પ્રકાશ પાડે છે. ટૂંકમાં આ ગ્રન્થ એ આલેખાય છે કે અલ્પજ્ઞ વાંચકે પણ વૈદિક દર્શનના અપૂર્વ જ્ઞાતા બને અને તેમાં રહેલી ત્રુટીઓ અને જૈનધર્મની મહત્તા તુલનાત્મક દૃષ્ટિથી સમજ્યા સિવાય રહે નહિ. આ ગ્રન્થનું નામ “મત મીમાંસા”