________________
સરિશખર
t૧૮૯ સ્વભાવિક છે. અંતે જયની ભૂરિ ભૂરિ પ્રશંસા થવા લાગી, જૈન - જૈનેતર સઘળાઓ ઝુકી ઝુકીને ગુરૂદેવના ચરણમાં નમનવંદન કર્યા. કપડવંજ તરફ પ્રયાણ
નરસંડાથી ચરિત્રનેતા પિતાના ગુરૂદેવની સાથે વિહાર કરતા કપડવંજ પધાર્યા. ત્યાંની જનતાએ ઘણુંજ ભવ્ય સ્વાગત કર્યું. હમેંશ ધર્મદેશનાને અચૂક્ષણે લાભ લેતી અત્રેની જનતા ધર્મપ્રેમ અને અટલ શ્રદ્ધાથી રંગાયેલી છે, અને તેથીજ ત્યાગી નિર્ચ ઉપર અસાધારણ પ્રીતિ અને ભક્તિ ધરાવે છે. પ્રાયે કરીને પ્રતિવર્ષ વિદ્વાન મુનિવરોના ચાતુર્માસ થયા કરે છે, પ્રતિવર્ષ ધર્મદેશનાથી સીંચાતી જનતા કેમ ધર્મપ્રેમમાં તરબોળ કે દઢ ન હોય? સૂરિશેખરની ત્યાગવૃત્તિ અને નિઃસ્પૃહતા ઉપર અત્રેની જનતામાં અજબ શ્રદ્ધા અને પ્રેમ જામ્યા હતે. અત્રે વ્યાખ્યાનાદિને પ્રસંગ ચરિત્રનેતાના શિર ઉપર રહે, નાના વિષયને અવગાહનું પ્રવચન અતિ પ્રિય થઈ પડયું. અત્રે પણ જાહેરભાષણો થવાથી જૈનેતરે પણ ધર્મના ગૌરવને સમજતા થયા હતા, અત્રેના આગ્રહથી ૧૯૭૩ નું ચોમાસું કપડવંજમાં થયું. ચોમાસામાં અનેક સ્તુત્ય ધર્મકાર્યો તથા શાસનપ્રભાવના ઠીક પ્રમાણમાં થઈ હતી.
ચાતુર્માસ બાદ અનેક ગામમાં ધર્મની ઉન્નતિ ફેલાવતા નિર્દોષ સંયમના પાલનથી જનતા પર અજબ છાપ પાડતા ધર્મ પ્રવચનેથી મેહની ગાઢનિદ્રમાં ઘરતી પ્રજાને જાગૃત બનાવતા. ધર્મ વિષયક ભ્રમણજાળને વીખેરતા, વિવેક વિનય, આદિ સદગુણોને રેપતા અને ચરિત્રતેજથી ઓપતા ચરિત્રનાયક પિતાના ગુરૂદેવની સાથેજ વટાદરા મુકામે પધાર્યા, ચરિત્રનેતાના જીવનમાં નાના નાના ઘણાએ શાસ્ત્રાર્થના પ્રસંગે ઉદ્દભવ્યા છે, બધાની નોંધ લેતા સ્થળ બહેળું જોઈએ. એવા પ્રસંગેની નેધ અલાયદા પુસ્તકમાં લેવામાં આવે તે જનતા પર અજબ પ્રભા પ્રસરે અને તેઓશ્રીની શાસ્ત્રાર્થ માટેની વિશિષ્ટ શક્તિઓને પરિચય થાય, અવસરે બહાર પડે એમ ઈચ્છીએ છીએ,