________________
રિશેખર
[ ૧૮૧ अतः हम उसको अमुक पद देते हैं आपकी इस उद्घोषणामें मैं सर्वथा सहमत नहीं हुं तथापि गुरु आज्ञा और श्री संघके आग्रहको सादर स्वीकार कर्ता हुं और शासनदेवसे प्रार्थना कर्ता हूं कि कर्म क्षयोपममें निमित्त कारण बनकर वह मुझको भविष्यमें इस पदके योग्य बनावे.
આ ક્રિયા થયા પછી આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી તથા અન્ય મહારાજાઓની સાથે સર્વ સભાજને શહેરના સર્વ દહેરાસરનાં દર્શન કરી ઉપાશ્રયમાં પધાયા હતા. ત્યારબાદ શ્રીમાન માનવિજયજી મહારાજે આજ્ઞાથી સુબોધદાયક વ્યાખ્યાન આપ્યું હતું. કેટલાક વ્રત પચ્ચખાણ પણ થયાં હતાં, પ્રભાવના તથા સ્વામિવાત્સલ્ય તે દિવસે થયાં હતાં. આ પ્રમાણે ૧૯૭૧નું ચાતુર્માસ અનેક પ્રકારની ધર્મ પ્રભાવના સાથે ઈડરમાં જ પસાર થયું. વળી જીવદયાના પિષણ અર્થે જનરલ પાંજરાપોળ ખેલવામાં આવી.
જેમાં અનેક ગામના હજારે અપંગ અને નિરાશ્રિત પશુઓનું પિષણ થાય છે, અદ્યાવધિ તે સંસ્થા ઘણી સતેજ અને આકર્ષક બની ચુકી છે. આ ચાતુર્માસમાં વિશિષ્ટ કાર્ય તરીકે સંપ્રતિ મહારાજના સમયમાં ઉદ્ધાર કરાયેલ ગગનચુંબી શાન્તિનાથ ભગવાનના ભવ્ય ચૈત્યને જીર્ણોદ્ધાર પ્રારંભાયો હતો, જેમાં લગભગ બે લાખ રૂપી આથી અધિક ખર્ચ કરી અત્યારે સુંદર રીતે તૈયાર કરી દીધું છે. પૂ. વિજયકમળમૂરિજી મહારાજ અને તેમના શિષ્ય પરિવાર ઉપર ઇડરની જનતાને અજબ શ્રદ્ધા છે, ઉપકારી ગુરૂદેવની ઉપકારતા અને કણપણું સાચા ભકતે કેમ ભૂલે?