________________
૧૬૮ ]
કવિકુલકિરીટ
દિલ્હીમાં પધરામણી –
પંજાબની જનતાને અપૂર્વ ધર્મ પ્રવૃત્તિમાં પ્રગતિશીલ બનાવી હમેશા મરણપથમાં આવે એવા સુકૃત્યની સુલતાઓ ભાવુક આત્માના હૃદયવૃક્ષ ઉપર આપી ચરિત્રનેતાએ પંજાબથી સપરિવાર વિહાર કર્યો. પંજાબથી પાછા વળતા ત્યાંની જિજ્ઞાસુ અને ઉપકૃત જનતાએ ગુરૂવિરહના અને ધર્મ સંગમથી ઉત્પન્ન થતા નિર્દોષ આનંદના અભાવના આંસુ ઢાલ્યાં. પાટનગર દિલ્હી શહેરમાં ભવ્ય સરકારની સાથે ચરિત્ર નેતાની પધરામણી થઈ. અત્રેની જનતાને ચતુર્માસ માટે અત્યંત આગ્રહ થતાં સંવત ૧૯૭૦ નું ચાતુર્માસ ચરિત્રનેતાએ દિલ્હી શહેરમાં કર્યું. દિલ્હી શહેરની જનતા વિલાસ પ્રેમી હોવા છતાં ધર્મ વ્યાખ્યાનને લાભ નિયમિત લેતી. અંહીના કેટલાક જૈનેતર વિદ્વાને ચરિત્રનેતાની મુલાકાતે આવતા અને તેઓશ્રી પણ જૈનધર્મના સિદ્ધાંતોની સમજણ આપી સંતુષ્ટ કરતા. દિલ્હી શહેર એટલે એક વખતનું બાદશાહીયતનું તપ્ત સ્થાન જ્યાં અનેક પરીના માન વસે છે. દરેક માનવને ઉત્પન્ન થતા સંશને ચરિત્ર નેતા અજબ યુક્તિથી નિરાકરણ કરતા રામા થીએટરમાં ભાષણ –
અનેક જૈનેતરના આગ્રહથી અખિલ દિલ્હીવાસી જનતાને ગુરૂદેવની ધર્મદેશનાને લાભ મળે એ હેતુથી જાહેર ભાષણની ગાઠવણ થઈ. જે ભાષણમાં હજારે માનો લાભ લેવા ઉપરાંત અને ઓફીસર વર્ગ પણ દુર્લભતક માની ભાષણને લાભ લે. શહેરના દરેક વિશાલ મકાનોમાં પબ્લીક ભાષણ પ્રસંગે સ્થલ સંકેચતા સહેજે રહેતી. જેથી ચારિત્રનેતાના ભાષણનું સ્થળ સુપ્રસિદ્ધ રામા થિએટરમાં નિશ્ચિત થયું. વાંચક વિચારશે કે દિલ્હી શહેરની વિશાળ માનવમેદનિ ચરિત્રનેતાના મધુર પ્રવચનમાં કેટલી મંત્ર મુગ્ધ બની ચુકી હશે?