________________
સરિશેખર
[ ૧૫૭
સમજવું કે જીવન હેમવા જેવું જ ગણાય. ઘણું વર્ષોથી સંવિગ્ન પક્ષના તપાગચ્છીય ત્યાગી સાધુઓના આગમનના અભાવથી અત્રેના શ્વેતાંબર મૂર્તિપૂજકે ધર્મના આચાર વિચારમાં શિથિલ થતા જતા. વિહારની વિકટતા ઉપકારી મહાત્માઓને વિષાદજન્ય હેતી નથી પરંતુ અખંડ ઉત્સાહને વૃદ્ધિ કરનાર હોય છે. ધર્મ પ્રચારકોને કટોકટીના પ્રસંગે વિજય સૂચક જ્ઞાત થતાં ધર્મ પ્રચારની ધગશ વધતી જાય છે. મુલતાન શહેરની વિલક્ષણ પરિસ્થિતિ જાણું ઉપકાર સિધુ ચરિત્રનેતા ઉગ્રવિહાર કરી સપરિવાર સિન્ધદેશની સરહદમાં આવેલ મુલતાન શહેરમાં ભવ્ય સત્કારથી પધાર્યા.
વીજળીને પાવર વાયર દ્વારા ઘણે દૂર પહોંચી વળે છે. પાણીનું પુર જોતજોતામાં અગણિત ભૂમિ ઉપર દેડી જાય છે તેમ વાયુવેગે અખીલ મુલતાનવાસીઓના કર્ણમાં ચરિત્રનેતાની અમૃત વાણીને પ્રભાવ અને પ્રકાશ પ્રસર્યો. તત્ત્વ પિયૂષના નિઝરણું ઝરાવતાં વ્યાખ્યાને ભાવુક જનતાને પ્રશાન્તિ જનક નિવડ્યા. શહેરને વિદ્વાન વર્ગ ચરિત્રનેતાની મુલાકાતે આવો શરૂ થયું. કેટલાક મુસ્લીમે દિગંબરીઓ અને વૈષ્ણવ પંથીઓ પણ વ્યાખ્યાનને અચુપણે લાભ લેવા લાગ્યા. વ્યાખ્યાનમાં અનેક ધર્મ ચર્ચાઓ ચાલતી, દરેક મજહબના (Religion) તાત્વિક પ્રશ્નોની પરંપરાઓ પણ ઉત્તરોત્તર શ્રોતૃ વર્ગને સંતોષજનક નીવડી. આત્મા, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજેરા, બંધ અને મેક્ષ વિગેરે તો માટે ઇતરની માન્યતા અને જૈનેની માન્યતાઓની તુલનાત્મક શિલીએ અજબ રીતે વિવેચન કરતાં જૈનધર્મનું મહત્વ અને માન્યતા આદરણીય માલમ પડતી, એ બધું ચરિત્રનેતાની અપૂર્વ બુદ્ધિને આભારી હતું. ગમે તેવા બુદ્ધિવાલા સ્વતંત્ર પ્રકૃતિવાલા વાદીઓને પણ પલવારમાં જીતી લેતા. તેની સાબીતી ઈસ્તેહારે સમાચારપત્રો News paper, વાંચી લેવા બસ છે આ ગુરૂગૌરવ વધારવા અતિશયોકિત હમે કરવા ઈચ્છતા નથી. પણ જે ગુણે ગુણી મહાત્માઓમાં વિદ્યમાન હોય એ સુગુણેની કુસુમમાલાને ગુંથીએ છીએ એમાં વિબુધજનેનો વિરોધ