SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] કવિકુલકિરીટ છષ્ટભાઈએ, હૃદયને ઉભરે કાઢવા ડ્યુટી ટી પણ પ્રશ્ન પરંપરા ચલાવી, મહારાજશ્રીએ પણ તેના દરેક પ્રશ્નોને શાંતપ્રકૃતિથી યુક્તિ પુરસ્સર જવાબ આપી, પ્રશ્નોની પરંપરાને પરાસ્ત કરી. પ્રવચન સમયે ચરિત્રનેતાને આકર્ષક ચહેરે, બુલંદ અવાજ પ્રેક્ષકેને ખેંચતા હતા. હજારે મનુષ્યોની સભામાં લગભગ ત્રણ ત્રણ કલાકની સતત ધારાબંધ દેશના દ્વારા જૈનધર્મની મહત્તાને અપ્રમત્તપણે સમજાવતા તે મહાત્માને અને તેમની ધમધગશને હમારા ભૂરિ ભૂરિ વંદન હે. ચરિત્રનેતાનું ધર્મ જેમ અમાપ હતું. તે ઉપરની વાતથી સમજી શકીએ છીએ. નિર્ભીકતાથી જૈનધર્મના વિબુધ પંચાનને પિતાનું કર્તવ્ય સમજી પ્રાણની પરવા રાખ્યા વિના સાચા સિદ્ધાંતને પ્રચાર્યો જાય છે. રણસંગ્રામમાં પ્રતિપંથીઓના બલી સૈનીકે જોઈ સૈન્યને અસર જેમ ઝનુની બની અમાપ હામ ભીડે છે, તેમ વાદ યુદ્ધમાં પણ ચરિત્રનેતા વાદિની યુક્તિરૂપી તીરેને અજબ પ્રયુક્તિરૂપી ઢાલથી તેને હટાવી પિતાને સદ્ભકિતઓ રૂપી તીરે પ્રતિવાદીના વજીભેદી હૃદયમાં જમાવતા અને જયપતાકા ફરકાવતા. લેકચરના અંતમાં અખિલજનતા ઘણી જ ખુશ થઈ મિષ્ટાન્નનું જમણ અજીર્ણના રેગીને જેમ અપ્રિય થઈ પડે તેમ આજનું લેકચર આર્યસમાજીર્ણોને અગમ્ય વ્યથા ઉપન્ન કરનારૂં થયું, અને તેથી તે લોકો વેદના વિરોધી નાસ્તિકો છે. વિગેરે ગપગોળા હાંકી નિંદા કરવા લાગ્યા. એક દિવસ ચરિત્રનેતાને અના સંઘે નમ્રભાવે જણાવ્યું કે અત્રે જૈનોના અલ્પ અને આર્યસમાજીના ગ્રહ ઘણું છે, માટે ધર્મ પ્રભાવનામાં ખલના પહોંચાડી વિમાસણમાં ઉતારશે, માટે આપ આ તકલીફ શા માટે ઉપાડે છે? મહારાજશ્રીએ જણાવ્યું કે મહાનુભાવ? પ્રાચીનકાળમાં પૂર્વાચાર્યોએ રાજસભામાં જઈ વાદવિવાદ કરી જૈનધર્મના સિદ્ધાંતની મહત્તા સાચવવા પ્રાણ પણ જોખમમાં મૂક્યા છે. તે પછી તેમને ચીલે ચાલી યથાશક્તિ તકલીફ વેઠવી પડે તેથી ડરી જવાની જરૂર નથી. એક દિવસ પ્રાણને નાશ
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy