________________
રિશેખર
[ ૧૩૧ પ્રયત્ન કરી જોઈએ. ક્ષણને ભરેસે નથી, જીવન અસ્થિર છે, ભાવનાના રંગે પરિવર્તનશીલ છે, જેમ ઇદ્રજાળના ખેલે ક્ષણમાં નાશ પામે છે, વિજળીના ચમકારા અલ્પ સમય માટે જ પ્રકાશ કરનારા હોય છે, તેમ સ્વજન, લક્ષ્મી, મહેલાતે, માન, મમત્વ, સન્માન વૈભવ ક્ષણમાં નાશ થવા વાલા છે ! આવા ક્ષણિક પદાર્થોમાં કયે સુજ્ઞ પુરૂષ વિશ્વાસ રાખે? દીક્ષા પ્રદાન
એક તે દુધ અને તેમાં સાકર ભળી એટલે પૂછવું જ શું? ધર્મવીર ઉમેદચંદભાઈ સંસારથી વિરક્ત તે હતા જ. અને તે વિરક્ત આત્મા ઉપર ગુરૂ ઉપદેશને એપ ચલે. એટલે વૈરાગ્યની દઢ ભાવનામાં શી કમીના રહે? આચાર્ય પુંગવે તે આત્માને સમહત્સવ મેટી મેદિની સમક્ષ સુમૂ હૂર્તે પ્રવજ્યા પ્રદાન કરી તેમનું નામ મુનિ શ્રી ગંભીરવિજયજી રાખી તેમને આપણા ચરિત્રનાયક શ્રીમદ્ લબ્ધિવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા. આદીક્ષાના પ્રસંગે પંજાબીઓના હૃદયમાં ધર્મપ્રેમ ઉછળી રહ્યો હતો, અને સૌ કોઈએ દીક્ષાના મહેત્સવમાં શાસનપ્રભાવના કરવામાં સારે ફાળે આ ગ્ય કાર્યમાં ધમી આત્માઓને પ્રમાદ તથા વિષેધ હોતેજ નથી.
ત્યાંથી પૂ. આચાર્યશ્રીની આજ્ઞાથી ચરિત્રનેતા પોતાના શિષ્ય સાથે સસ્વાગત છરામાં પધાર્યા. જીરા નિવાસી શ્રોતવૃન્દ ઘણોજ તત્ત્વજ્ઞાનને સમજવાવાલે છે. પૂ. વિજયાનંદસૂરિજી મહારાજ પણ અંહીના શ્રાવકગણને વિશેષાવશ્યમાંને ગણધરવાદ યુક્તિપ્રયુક્તિ સાથે સંભળાવતા. ચરિત્રનેતાની પાસે પણ તેઓએ વ્યાખ્યાનગ્રન્થતરીકે વિવિધ પ્રકારના મતમતાંતરેને નિરસન કરતો ન્યાયને “સ્યાદામંજરી” નામક ગ્રન્થ શરૂ કરાવ્યું અને ઘણીજ એકાગ્રતાથી સાંભળ્યો. આ જીરા ગામને, શ્રીમદ્ વિજયાનન્દસૂરિજી મહારાજના પછી ન્યાય અપૂર્વ ગ્રન્થ અનેક પ્રયુક્તિધારા બાદરરીત્યા સંભળાવનાર વિદ્વાન વક્તાનો આ પ્રથમજ સંગ હતે.