________________
કવિકુલકિરીટ
ખ્યાને આપતા, અનેકવિધ ઉપકાર કેટીને વિસ્તારના રતલામ પધાર્યા. જયાં પ્રવેશોત્સવ પણ સુંદર થયો. વ્યાખ્યાની ઘણી જ ધૂમ મચી. જનતા સહર્ષ સામેદ અને ઉત્સાહપૂર્વક સૂરિપ્રવરને સુગુણે પ્રતિ, તેમજ સાથમાં રહેલ મુનિઓની ત્યાગવૃત્તિ જોઈ ઘણીજ ઝુકી પડી. ત્યાંના જાણકાર બુદ્ધિકુશલ શેઠ મિશ્રીમલજી (હાલના મલયસાગરજી) વારંવાર ચરિત્ર નેતાનાં ભાષણે આચાર્યશ્રીથી પ્રાર્થના કરીને કરાવતા હતા. જેમાં કર્મ (Phylosophy) ફિલે સુફીના વ્યાખ્યાને હજુ સુધી તેઓ તથા ત્યાંની જનતા ભુલી નથી.
માળવા જેવી રસાલ ભૂમિ છે, તેવીજ ધર્મ તીર્થો, અને ધમીઓ માટે એક વખતે પ્રશંસા પાત્ર બનેલી છે. માળવાના અનેક તીર્થોમાં માંડવગઢ પણ એક પુનીત અને દર્શનીય તીર્થ મનાય. અને યાત્રાળુઓને સમૂહ અત્રે યાત્રા માટે ઘણુંજ ઉલ્લાસ પૂર્વક આવે છે અત્રેનું સુંદર શિખરવાળું વિશાલ અને ભવ્ય પ્રાચીન જિનમંદિર, તેમજ તેમાં વિરાજમાન અનુપમ તેજસ્વી, ઝગમગતી જ્યોત–સમાં જિનાધિના ચમત્કારી પ્રાચીન બિબે જોતાંની સાથેજ આગંતુક યાઓને અને આનંદ અને સદ્દભાવનાઓનું પુર વહાવે છે. આ તીર્થના એકજવાર દર્શન કરનાર વ્યક્તિને, દર્શનની પુનઃ પુનઃ ઝંખનાજ થાય છે. આચાર્ય પુંગવના સદુપદેશથી રતલામ નિવાસી લુણીયા શેઠ ડુંગરસીભાઈએ માંડવગઢને વ્યવસ્થાયુકત એક સંઘ કાઢે. જેમાં સેંકડે માલવી ભાઈઓએ લાભ લીધેપ્રતિપ્રમાણમાં પ્રાયઃ આપણા ચરિત્રનેતાને વ્યાખ્યાન આપવાને પ્રસંગ સ્વીકારવો પડત. જેના પ્રતાપે માલવી વર્ગમાં ઘણે સારે લાભ થતું. શ્રીસંઘ પૂજ્યવરની છાયામાં નિર્વેિદને ઉજજૈન-મક્ષીજી આદિની પણ તીર્થ—યાત્રા કરી આત્માની સફળતા માનવા લાગે.
વિહાર કરી પૂજ્ય સૂરીશ્વરજી મહારાજ, ભવ્ય સત્કાર યુક્ત મહિદપુર પધાર્યા. તેઓશ્રીની સેવામાં, દેશના શ્રવણમાં જનતા ઘણી જ