________________
૭૬ ]
કવિકુલકિરીટ કેમ ન પુછયું? પુછયા વિના કેમ કમાય? અમે નહિં કમાયા, અને તું કેમ કમાયે? એમ પણ કહેતા નથી. બાળકે યોગ્ય નિધાન પામે તે સગાંઓને હર્ષજ થવો જોઈએ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયીને હું પામું અને આરાધું, એમાં વિલાપ શો? હિતને આદરતા બાલકને ઉત્સાહ આપવાને હેય, કે હૉત્સાહ કરવાના હેય? તમે જાણે છે કે, વિકરાળ કાળ રાજની તલવાર શિર પર આવતાં કોણ રક્ષણહાર છે? સમજો ! શરીર, આયુ, ધન, એ બધાં વિજળીસમ ચંચળ છે, એટલે સંસારથી તરવા ને શાશ્વત આનંદ મેળવવા. સંયમજ સાચી નૌકા છે. આ ઉપદેશથી બધા સમજી વંદન કરી માણસા ગયા.
વિશ્વભરના ઉપકારના પરમભંગને ધ્યેય સન્મુખ રાખી મહાત્માઓ દેશાનદેશ પાદચારી બની વિચરે છે. અનેક ભકતોના પાપપ્રચારેને દર્શન અને વાણીથી, નિધવામાં જો કોઈ હેતુ હોય, તે તે મહાત્માઓની પ્રચારણાને જ આભારી છે. ક્રમબદ્ધ વિહાર કરતાં સંત, પિતાના આત્મ કલ્યાણને નિર્દોષરીતે અને સહેલાઈથી સાધી શકે છે. અને સાથે સાથે ઉપદેશામૃતની રેલમ છેલથી, કેઈ ભવ્યરૂપી કૃષીવલની ધર્મ ખેતીને આબાદ બનાવે છે. ભવ્યમયૂરને ઉપદેશ મેઘ અમંદ આનંદ સમર્પે છે. શ્રીમદ્દ તીર્થંકર પ્રભુની આજ્ઞા જે નિગ્રંથ મુનિઓને એક સ્થાને રહેવાને નિષેધ કરે છે, તે જે ન હોય, તો દૂર દૂરના પ્રદેશમાં અનેકધા મહાન ઉપકારે કેવી રીતે થઈ શકે? વળી તે આજ્ઞા, ત્યાગી સાધુઓના સંયમને નિર્દોષતાથી પાળવામાં પણ એક અમલ સાધન છે. અનુભવાય પણ છે કે, નિઃસ્વાથી મહાત્માઓના સંગરંગમાં કે દુરાચારીઓ સદાચારી, કેઈ પાપારંભીઓ નિરારંભીઓ, અને કેઈ વિષય વિલાસીઓ, વિરકત ભાવને ભજતા બન્યા છે. મહાત્માઓના દર્શન અને વાણી એ બે અણમોલ નિધાને અવનિતલ ઉપર ન હો, તો પૃથ્વીપટ પરનું પાપપટલ કણ ટાળી શકતે?