________________
પ્રકાશકીય જિનશાસનના અણમોલ તત્ત્વો, અજોડ પદાર્થો, અનુપમ પરમાર્થો અને અભુત તર્કો મહાનિધાન સમા છે. પણ એ નિધાનને તાળું મારેલું છે. આ તાળાની ચાવી એટલે સંસ્કૃતભાષા. આમે ય સંસ્કૃત જેવી પદ્ધતિસર, નિયમબદ્ધ અને રોચક બીજી એકે ય ભાષા નથી. પણ, આ સંસ્કૃત ભાષા થોડી અટપટી અને અઘરી છે. એટલે જ આ ભાષામાં સરલતાથી પ્રવેશ થઈ શકે તે માટે
આચાર્ય વિજય શ્રી ભુવનભાનુસૂરિ
જન્મશતાબ્દી વર્ષે સંસ્કૃતભાષા ભણવા માટે ઉપયોગી પાંચ પુસ્તકોનો સેટ પ્રકાશિત કરતા
અમે અનહદ આનંદ અનુભવીએ છીએ. નવા-નવા સ્વાધ્યાયો, નિયમોની સરળ રજૂઆત અને રૂપો ગોખવાની સરળ પદ્ધતિઓથી આ પાંચેય પુસ્તક જિનશાસનમાં
અદેય બનશે. એવી ભાવનાસહ
શ્રીદિવ્યદર્શન ટ્રસ્ટ વતી, કુમારપાળવી, શાહના
પ્રણામ