________________
૧૫૦
[ આત્મતત્ત્વવિચાર લીલા કરવા લાગ્યા અને આ રીતે સસારને ત્યાગ ન કરવાનુ’ વિનવવા લાગ્યા. પરંતુ મેં એક જ ઉત્તર આપ્યા કે ,હવે આ માહમય સસારમાં રહીને હું જરા પણ આનંદ અનુભવી શકુ’ એમ નથી. ' છેવટે સર્વે કુટુંબીજનાએ મને ઈષ્ટ માગે જવાની છૂટ આપી, એટલે મે' સયમમાગ ના સ્વીકાર કર્યાં.
હે રાજન! આ આત્મા પાતે જ વૈતરણી નદી અને ફૂટ શાલ્મલી વૃક્ષ જેવા દુઃખદાયી અને કામા ગાય અને નંદનવન સમાન સુખદાયી છે. આત્મા પોતે જ સુખદુઃખના કર્તા છે અને સુખદુઃખના ભાક્તા છે. જો સુમાગે ચાલે તેા એ સુખદાયી છે અને કુમાર્ગે ચાલે તે એ શત્રુતુલ્ય દુ:ખદાયી છે. એટલે આત્માનું દમન કરવું અને તેને સુમાગે વાળવા, એ પરમ સુખ ઈચ્છતા સવ મુમુક્ષુએનું કવ્ય છે.
સાચું શ્રમણપણું' પાળનારા અન્ય જીવાનેા નાથ (રક્ષક) અને છે અને તે પેાતાનેા પણ નાથ (રક્ષક) અને છે, માટે હે રાજન ! હું હવે મારા પેાતાના તથા અન્ય જીવાના નાથ બની ચૂકચો છુ અને તારે મારા નાથ બનવાની કાઈ જરૂર રહેતી નથી. આ છે મારું સંયમ ગ્રહણ કરવાનું કારણ.
મુનિવરનેમનાથી મુનિના આ ઉત્તર સાંભળીને મગધપતિ શ્રેણિક ઘણા પ્રસન્ન થયા, તેમણે બે હાથની મજલિ કરીને કહ્યું: હું ભગવન્! આપે મને અનાથ અને સનાથમા મમ સુંદર રીતે સમજાવ્યા. હૈ મહર્ષિ ! તમને મનુષ્ય
ગુણસ્થાન]
૧૫૧
અવતાર ભલે મળ્યે, તમે આવી કાંતિ, આવા પ્રભાવ અને આવી સૌમ્યતા ભલે પામ્યા. જિનેશ્વરાએ દર્શાવેલા સત્ય માગમાં વ્યવસ્થિત થયેલા આપ જ ખરેખર સનાથ અને સાંધવ છે. હે મુનિ ! અનાથ વેાના ખરા નાથ તમે જ છે. હું ચાગીશ્વર ! મેં મારા મનનું કુતૂહલ શાંત પાડવા માટે આપની સાધનામાં ભગ પાડડ્યો, તે બદલ ક્ષમા માગું છું.’
અનાથી મુનિએ કહ્યું : · જિજ્ઞાસુઓને સત્ય વસ્તુની સમજ આપવી એ પણ અમારી સાધનાના જ એક ભાગ છે, તેથી મારી સાધનાના ભગ થયા નથી. અને તારા જેવા તત્ત્વશાધક આ હકીકતમાંથી ચાગ્ય માટ્ઠન ન મેળવે એમ હું માનતા નથી, એટલે વ્યતીત કરેલા સમય માટે મને સંતાષ છે.
મગધપતિએ કહ્યું : ‘ મહિષ ! આપની મધુર વાણીએ અને સંપૂર્ણ નિખાલસતાએ મારાં દિલને જીતી લીધું છે. આપ જેવા ત્યાગી અને તપસ્વીની કાઈ પણ આજ્ઞા માથે ચડાવવાને હું તત્પર છેં', '
અનાથી મુનિએ કહ્યું : ‘હે રાજન ! જ્યાં સવ ઈચ્છા, આકાંક્ષાઓ અને અભિલાષાઓને ત્યાગ છે, જ્યાં માયા– મમતાનું વિસર્જન છે અને જ્યાં કોઈ પૌદ્ગલિક લાભ મેળવવાની આસક્તિ નથી, ત્યાં આજ્ઞા કરવાની હાય શું? તેમ છતાં આજ્ઞા કરવાની હોય તે તે સામાનાં કલ્યાણની જ હાયઃ
મગધરાજે કહ્યું : ‘ ધન્ય પ્રભા ! ધન્ય આપની વાણી !