________________
૪૬
[ આત્મતત્ત્વવિચાર
તેથી તેમણે અનેક જાતના લાડકોડમાં મને ઉછેર્યાં હતા અને મને વિવિધ કલાઓનું શિક્ષણ આપવા માટે પ્રસિદ્ધ કલાચા)ને રોકયા હતા.
ચેાગ્ય ઉમરે એક કુલવતી સુંદર લલના સાથે મારાં લગ્ન થયાં અને અમારે સ‘સાર એક દરે સુખી હતા. વ્યવહારનું કાર્ય માટા ભાગે પિતાજી સંભાળતા અને વ્યાપારનું કા વાણાતર–ગુમાસ્તા સંભાળતા, એટલે મારા માથે કેાઈ જાતને ભાર ન હતા. હું મોટા ભાગે મિત્રોથી વીંટળાયેલા રહેતા અને મન ફાવે ત્યાં ફરવા જતા. દુઃખ, મુશીબત કે પીડા શું કહેવાય, તેની મને ખબર ન હતી.
હે રાજન્! એવામાં મારી એક આંખ દુઃખવા આવી, સૂજી ગઈ અને તેમાંથી અતુલ પીડા ઉત્પન્ન થઈ. આ વેદનાને લીધે મને મુદ્દલ ઊંઘ આવતી નહિ. જળ વિના જેમ માછલી તરફ, તેમ આ વેદનાથી હું તરફડવા લાગ્યા.
આ વેદનામાંથી મને દાહવર લાગુ પચો, મસ્તક ફાટવા લાગ્યું, છાતીમાં દુખાવેા ઉપડયો અને કમ્મરના કટકા થવા લાગ્યા. એ દુઃખનું વર્ણન હું કરી શકતા નથી.
મારી આ સ્થિતિ જોઈને જુદા જુદા પ્રકારના કુશળ દ્યોને ખેલાવવામાં આવ્યા. તેમણે ભેગા મળીને મારા રાગનું નિદાન કર્યું, પછી ચાર પ્રકારની ચિકિત્સાએને પ્રયાગ કર્યાં અને અનેક પ્રકારનાં કિંમતી ઔષધાના આશ્રય લીધા, છતાં તેઓ મને દુઃખમાંથી છોડાવી ન શકયા. હું રાજન્ ! એ જ મારી અનાથતા!
શુસંસ્થાન]
૧૭
વૈદ્યોને નિષ્ફળ જતાં મારા પિતાએ બીજા પણ અનેક ઉપચારા કરાવી જોયા અને તેમાં ઘણું દ્રવ્ય ખર્યું. વળી તેમણે એવી પણ જાહેરાત કરી કે ‘જે કઈ મત્ર-તંત્રવાદી મારા પુત્રને સાજો કરશે, તેને મારી અર્ધી મિલ્કત આપી દઈશ, ’ તેમ છતાં તેઓ મને એ દુઃખમાંથી છેાડાવી શકયા નિહ. હું રાજન્! એ જ મારી અનાથતા !
મારી માતા મારા પ્રત્યે ભારે વાત્સલ્ય દાખવતી હતી. તે મને આંખની કીકી જેવા માનતી હતી. મારી આ સ્થિતિ જોઈ ને તે આછી આછી થઈ જતી હતી અને આ દુ:ખમાંથી મુક્ત કરવા માટે અનેક જાતની ખાધા-આખડીએ રાખતી હતી. આમ છતાં તે મને આ દુઃખમાંથી છેડાવી શકી નહિ. હે રાજન્! એ જ મારી અનાથતા !
એક જ માતાના ઉદરથી જન્મેલા અને સાથે સ્નેહમાં ઉછરેલા એવા ભાઈએ પોતાના કામધધા છેાડી મારી પાસે બેસતા, મારા હાથ-પગ દબાવતા અને મને દુઃખી જોઈને દુઃખી થતા, છતાં તેઓ મને આ દુઃખમાંથી છેડાવી શકયા નહિ. હે રાજન! એ જ મારી અનાથતા ! અહેના, પત્ની, મિત્રા વગેરે પણ મારી આ હાલત જોઈ ભારે દુઃખ અનુભવતા અને વિવિધ ઉપાચા કરવાને તત્પર રહેતા, પણ તેમાંનુ કાઈ મને દુઃખમાંથી છેડાવી શકયુ નિહ. હે રાજન્! એ જ મારી અનાથતા !
આ રીતે જ્યારે મેં ચારે બાજુથી અસહાયતા અનુભવી, ત્યારે મને લાગ્યું કે જેને આજ સુધી હું દુઃખ–નિવા