________________
કમબંધ અને તેના કારણે અંગે વિશેષ વિચારણા 1 ૧૫
૪ :
: [ આત્મતત્વવિચાર છે, માટે જેને એ દુઃખો ભેગવવા ન હોય, તેણે ભેગની આસક્તિ છોડવી અને પાપકર્મોથી દૂર રહી ધર્મારાધન કરવું
મનુષ્યજન્મમાં જ સરુને ઉપદેશ મળે છે અને દેવ-ગુરુ-ધર્મની યથાર્થ આરાધના કરી શકાય છે, તેથી તમારાં તન-મન-ધન તેમાં સમર્પણ કરે તે નરકનાં દુઃખો ભોગવવાનો વખત કદી આવે નહિ. ' - જે કપટી, દંભી અને ગૂઢ હૃદયવાળો હોય તે તિર્યંચનું આયુષ્ય બાંધે. ગૂઢ હદયવાળો એટલે જે બીજાને છેતરવાની બુદ્ધિથી પિતાના મનની વાત પ્રકટ થવા ન દે તે. ગભારતા એ ગુણ છે, કપટ એ અવગુણ છે.
" જેને કેઈના ઉપદેશની અસર ન પડે તે શઠ કે ધીઠે કહેવાય. એ ધીઠાઈમાં આયુષ્ય બાંધે તે તિર્યંચનું બાંધે. જે દિલમાં આંટી રાખે અને વખત આવ્યે સામાને કાંટે કાઢી નાખે, એ પણ તિર્યંચનું આયુષ્ય બાંધવાનાં મુખ્ય કારણે છે; તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે “વ્યાપારીઓ પ્રાયક તિર્યંચનું આયુષ્ય બાંધે.’ અહીં પ્રાયઃ શબ્દ એટલા માટે યોજવામાં આવ્યું છે કે જે ધમ કરતા હોય અને સુપાત્ર દાન કરતા હોય, તે સદ્ગતિમાં જાય છે.'
જેના કષા પાતળા હોય, બહુ ટકનારા અને બહુ તીવ્ર ન હોય, જે દાનની સ્વાભાવિક રુચિવાળા હોય, જે કૃપણ અને કપટી ન હોય, જે ઉદાર દિલને હોય,(ધર્મસ્થાનમાં ખરચે તે ઉદાર અને દુનિયાનાં કામમાં ખર્ચે તે ઉડાઉ) અને મધ્યમ ગુણાવાળા હેય, તે મનુષ્યનું આયુષ્ય
બાંધે આવા ગુણવાળા જીવો છો, તેથી મનુષ્યનું આયુષ્ય ઓછા છે બધે. - તિર્યંચ અને મનુષ્ય મળીને દેવગતિમાં જનારા છે અસંખ્યાત હોય છે, પણ મહદ્ધિક દેવ થનારા ઊચી ગતિએ જનારા જીવ થેડા હોય છે. દેવમાં પણ સારા અને ખરાબ એવા ભેદ હોય છે. સારા દેવ બને ત્યાં સુધી કેઈનું બુરું ન કરે, કારણ કે તેઓ શાંત અને સૌમ્ય હોય છે, અને ખરાબ છે ગમે તેનું બૂરૂં પણ કરે, કારણ કે તેઓ આસુરી પ્રકૃતિના હોય છે.
ચેથા ગુણસ્થાનમાં એટલે સમ્યગ્દર્શનમાં વર્તી રહેલે જીવ જે આયુષ્ય બાંધે તે દેવગતિનું બાંધે. આયુષ્ય જીવનમાં એક વાર બંધાય છે. તે કયારે બંધાય એને કેઈ નિશ્ચિત સમય નથી, આપણને એની ખબર પડતી નથી. આપણે પરમાત્માનાં વચનેમાં શ્રદ્ધા રાખવી, શુદ્ધ સમકિતી થવું, જેથી વૈમાનિક દેવનું આયુષ્ય બંધાય. જે સમકિતમાં કંઈ મલિનતા હોય તે નીચી કેટિના દેવ, તિષી દેવ, ભુવનપતિદેવ વગેરે દેવેનું આયુષ્ય બંધાય. જે તડપતા તડપતા કે આપઘાત કરીને મરે તે વ્યંતર જાતિના દેવ થાય.
મિથ્યાદષ્ટિ આત્મા પણ શુભ પરિણામવાળે હોય તિ દેવલેક સુધી પહોંચી શકે છે અને શ્રાવકની કરણી
આત્માને બારમા દેવલેક સુધી પહોંચાડે છે, જ્યારે સાધુની ન્દ્રિક્રિયા આત્માને નવ રૈવેયક સુધી પહોંચાડે છે. શ્રાવક કરતાં સાધુની ક્રિયા ઉચ્ચ ગણાય છે, તેથી ઉપર જવું હોય તો ભાવચારિત્ર હોવું જોઈએ..