________________
૮૬
[ આત્મતત્ત્વવિચાર કરપીણ કૃત્ય કહેવાત, માટે પત્રકારે વાપરેલા કરપીણ શબ્દ બદનક્ષી કરનારો છે અને તે માટે તેને અમુક દંડ કરવામાં આવે છે. કહેવાની મતલબ એ છે કે સેકડા કૂતરાને મારી ન’ખાવનાર પણ પેાતાને ઘાતકી કહેવડાવવા રાજી હાતા નથી.
ચાર કર્મોને આપણે ઘાતકી કહીએ છીએ, એટલે તે આપણી સામે બદનક્ષીનો કેસ માંડશે, એમ માની લેવાની જરૂર નથી. કદાચ આ કર્મી પોતાને ઘાતી કહેવા બદલ ધરાજાની કે માં બદનક્ષીનો દાવા કરે તો આપણે પુરવાર કરી શકીએ તેમ છીએ કે તેમનુ` કા` ખરેખર ઘાતકી છે, કારણ કે તે નિર'તર આપણા ગુણાનો ઘાત કરે છે અને થોડી વાર પણ આપણા આત્માને છૂટો મૂકતા નથી.
જો આપણા આત્મા આ ચાર કર્મોના પંજામાંથી ક્ષણ વાર જ છૂટા થાય તો એમના પજામાં ફરી આવે ખરા ? ન જ આવે. ઔરંગજેબે બિછાવેલી જાળમાંથી છત્રપતિ શિવાજી છૂટી ગયા પછી હાથમાં આવ્યા . ખરા ? એટલે લાંબે ન જવું હાય તો સુભાષ બાબુનો જ કિસ્સા જુએ. તે અંગ્રેજોને હાથતાળી આપીને છટકી ગયા, પછી હાથમાં ન આવ્યા, તે ન જ આવ્યા.
ચાર ઘાતીક તે જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય અને અંતરાય. તેના બંધ થવાનાં વિશેષ કારણેા તપાસીએ. જ્ઞાનાવરણીય અને દનાવરણીય કર્મ બંધાવાનાં વિશેષ કારણેા પાપકાર્યોંમાંથી નિવૃત્તિ, કુશલપક્ષમાં પ્રવૃત્તિ અને
૮૭
કેમ બંધ અને તેનાં કારણા અંગે વિશેષ વિચારણા ] વિનયની પ્રાપ્તિ, આ ત્રણ કાર્યો જ્ઞાનથી જ થાય છે, એટલે આપણે તેને એક પવિત્ર વસ્તુ માનીએ છીએ. ખીજાએ પણ ‘ન Í ્ જ્ઞાનેન સદા પવિત્રમિન્દ્ વિદ્યુતે ’ વગેરે શબ્દોથી જ્ઞાનની પવિત્રતા કબૂલ રાખે છે. હવે કોઈ માણસ એમ કહે કે ‘ જ્ઞાનથી શે। લાભ ? એનાથી આપણું કઈ ભલું થતું નથી. જ્ઞાની પણ મરે છે અને અજ્ઞાની પણ મરે છે, માટે આપણે જ્ઞાન મેળવવાની માથાકૂટમાં ઉતરવુ' નહિ, ’ તો તેણે જ્ઞાનની આશાતના કરી કહેવાય અને તેથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મો બધાય.
એક માણસ ખરેખર જ્ઞાની–સમ્યગ્નાની હાય, છતાં કહેવામાં આવે કે ‘ એનામાં કઈ જ્ઞાન નથી, એ શું સમજે? આવા તે ઘણાને જોયા ’ વગેરે, તો એ જ્ઞાનીની આશાતના કરી કહેવાય. તે જ રીતે જ્ઞાની પુરુષનો ચાગ્ય વિનય કરવામાં ન આવે તો પણ તેની આશાતના કરી કહેવાય. તેનાથી પણ જ્ઞાનાવરણીય અને દનાવરણીય કમ ખંધાય. જે આત્મા ગુરુ, સૂત્ર અને અથ કે બન્નેનાં નિહ્નવપણામાં પડે તે જ્ઞાનાવરણીય અને દનાવરણીય કમ વિશેષ પ્રમાણમાં માંધે. જે જ્ઞાની કે ગુરુની ઈર્ષ્યા કરે, નિંદા કરે, તેમનું અપમાન કરે અને તેમના વિરેધી તરીકેનું વન રાખે તે પણ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કમ વિશેષ પ્રમાણમાં બાંધે.
કોઈ જ્ઞાન ઉપાર્જન કરતુ હોય; સ્વાધ્યાય કરતુ હોય તેને અંતરાય કરવામાં આવે તો પણ જ્ઞાનાવરણીય અને દનાવરણીય કમ ઘણું મધે. આજે તો ખાજુમાં પાઠશાળા