________________
૬૦.
છે. '
. '
' . '
અવણિક
યુક્તિથી ચેરને પકડાવનાર શેઠની વાત
એક વેપારી ખૂબ ધનવાન હતો, તેણે પિતાની મિલકતનું રક્ષણ કરવા બે મીયાણા નોકર રાખ્યા હતા. તેમાં
એકનું નામ મુલ્લા હતું અને બીજાનું નામ કાજ હતું. -અને ખૂબ જોરાવર હતા. શેઠ ઘર બંધ કરીને અંદર સૂતા હતા અને આ મીયાણા ઘરની બહાર સૂતા હતા.
એક રાત્રિએ બે ચોર આવ્યા અને ઘરની પાછલી દિવાલમાં ખાતર પાડવા લાગ્યા. શેઠ-શેઠાણી જાગી ગયા, પણ બોલે તો ચાર મારી નાખે. આમ છતાં શેઠને ધન બચાવવું હતું, એટલે તેણે યુક્તિ કરી અને મોટેથી સ્ત્રીને પૂછયું “કેમ જાગે છે ને?' સ્ત્રીએ જવાબ આપ્યો કે
હા, જાણું છું.” - શેઠે કહ્યું “હમણું મને સ્વપ્ન આવ્યું. આમ તો આપણને એકે છોકરો નથી, તે તું જાણે છે, પણ સ્વપ્નમાં
કરે થયો અને તેનું નામ આપણે મુલ્લાં રાખ્યું. વળી સમય જતાં બીજો છેક થયે, તેનું નામ કાજી રાખ્યું. અને છેવટે ત્રીજા છોકરો થયે, તેનું નામ ચાર રાખ્યું. આ -ત્રણ છોકરા તોફાની છે, ઘરમાં રહેતા નથી અને વારંવાર તેઓને બેલાવવા માટે બૂમ મારવી પડે છે કે “મુલ્લાં, કાજી, ચેર.” “મુલ્લાં, કાળ, ચેર.” આમ ઘણી બૂમે મારીએ ત્યારે છોકરાએ માંડે ઘરમાં આવે છે. " શેઠે વાત કરતાં અનેક વાર જોરથી “મુલ્લાં, કાજી, ચાર” એ પ્રમાણે બૂમ મારી. ચરો એમ સમજતા હતા
અથ અને તેના કારણે અંગે વિશેષ વિચારણા ] ૬૧.
અધ અને તેનાં કારણ આગ, કે શેઠ સ્વપ્નાની વાત કરે છે, પણ શેઠે પોતાની ચતુરાઈ પૂરેપૂરી વાપરી હતી અને મુલ્લાં તથા કાજી જાગી ઉઠયા હતા. તેમણે આવીને આ ચોરને પકડી લીધા અને ખૂબ માર મારીને નસાડી મૂક્યા.
- આપણે આત્મામાં ઘુસેલા ચેરને આ રીતે પકડી. લઈ નસાડી મૂકીએ તો જ આપણે આત્મા સર્વ દુઃખમાંથી. મુક્ત થાય અને અનંત અક્ષય સુખ ભોગવી શકે..
- મિથ્યાત્વને દૂર કરે મિથ્યાત્વને દૂર કરવા માટે આપણા મહાપુરુષો શું હે છે? તે બરાબર સાંભળોઃ
કષ્ટ કરે પરે પરે દમે અપ્પા, ધર્મ અર્થે ધન ખરજી; પણ મિથ્યાત્વ છતે તે જૂ હું,
તિણે તેહથી તુમ વિરજી.
ધર્મ કરવાનાં નિમિત્તે તમે ગમે તેટલું કષ્ટ ઉઠા, ગમે તેટલું આત્મદમન કરે અને ગમે તેટલું ધન ખરચે, પણ મિથ્યાત્વ હશે તો એ બધું નિરર્થક છે, માટે હે મુમુક્ષુઓ ! તમે મિથ્યાત્વથી અટકે, મિથ્યાત્વને દૂર કરે.”
કિરિયા કરતો ત્યજતો પરિજન, દુઃખ સહતો મને રીઝેજી; અંધ ન જીપે પરની સેના, તિમ મિથ્યાદષ્ટિ ન સીઝેજી.