________________
કમબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૪૯'
૪૮ , , , , , [ આત્મતત્વવિચાર - “છોકરે જીવતો હોય તે ભલે જીદગીભર મેળું ખાય” એ વિચાર કરી તેમણે એ શરત કબૂલ કરી, સંન્યાસીએ દવા આપી અને એ છોકરે બચી ગયો. * હવે એ છોકરે મીઠા વિનાની રાઈ જમે છે અને કોઈ પણ વરતુમાં મીઠું વાપરતે નથી. તેની તબિયત દરેક રીતે સારી છે. એવામાં એક દિવસ માતાપિતા વગેરે વ્યાવ-- હારિક કામપ્રસંગે બહાર ગયા અને પોતે તથા નોકર એમ. બે જણ ઘરમાં રહ્યા. એ વખતે ખારી બદામ અને પિસ્તા જોઈ છોકરાનું મન લલચાયું. તેનાં મનને એમ કે બદામ અને પીસ્તામાં મીઠું આવીને કેટલું આવે ? એ કંઈ હરકત કરે નહિ. તેણે નોકરને કાચની બરણીમાંથી છેડા બદામપીસ્તા આપવાનું કહ્યું. એ તે નોકર, એટલે તેને હકમાં માન્યા વિના છૂટકે નહિ.
છોકરાએ એ બદામ-પીસ્તા હોંશથી ખાધા. પણ થોડી વાર થઈ, ત્યાં બેચેની જણાવા લાગી અને તે ધીમે ધીમે વધતી ગઈ. જ્યારે માતાપિતા ઘરમાં પાછા ફર્યા, ત્યારે તેની હાલત ઘણી બગડી ચૂકી હતી. તેમણે નોકરને પૂછયું કે “અમે ગયા ત્યારે આને નખમાં ચે રોગ ન હતું અને એકાએક આ શું થયું? શું તેણે કઈ વસ્તુ ખાધી છે?નોકરે જેવી હતી, તેવી વાત કહી સંભળાવી. આથી તેઓ સમજી ગયા કે આ તે મહા અનર્થ થયા. હવે શું કરવું? : - તેઓ દેડીને પેલા સંન્યાસી પાસે ગયા અને પોતાનાં ઘરે બોલાવી લાવ્યા. સંન્યાસીએ આ છોકરાની હાલત જોતાં
જ કહ્યું કે “આમાં પેટમાં મીઠું ગયું છે. હું લાચાર છું કે હવે તેને માટે કોઈ ઉપાય થઈ શકે એમ નથી. મેં સિદ્ધ રસાયણ ખવડાવીને એનો જીવ બચાવ્યો હતો. એ રસાયણની પહેલી શરત એ હતી કે તેનો ઉપયોગ કર્યા પછી. મીઠું ન ખવાય. તેથી મેં તમારી સાથે એ પ્રકારની શરત રજૂ કરી હતી, પણ આજે કોઈ ને કોઈ કારણે એ શરતનો ભંગ થયો છે, એટલે હાલત આ પ્રકારની બની ગઈ છે. હવે તમારે એને રામનામ સંભળાવવું હોય તો સંભળાવી દે, કારણ કે તે માત્ર અર્ધા કલાકનો જ આ દુનિયાના મહેમાન છે.'' - આ શબ્દો સાંભળતાં જ ઘરમાં ભયંકર રોકકળ થઈ રહી અને અર્ધા કલાકમાં તે છોકરો મરણ પામ્યો. - આ થડા વર્ષ પહેલાં બનેલી સાચી હકીકત છે. તેના પરથી તમને મનુષ્યનો સ્વભાવ કેવો છે, તેનો ખ્યાલ આવી શકશે. જ્યારે અશાતા વેદનીયનો ઉદય હોય ત્યારે મનુષ્ય ફરી કર્મ ન બાંધવાનો નિર્ણય કરે છે, પણ જ્યાં શાતાવેદનીયનો ઉદય થયો, ત્યાં નિર્ણય નિર્ણયનાં ઠેકાણે રહે છે અને તે પિતાની પુરાણી ચાલે ચાલ્યા કરે છે. આ વખતે કેટલે કર્મબંધ થાય છે અને તેનું શું પરિણામ આવશે, તેનો વિચાર તે કરતો નથી. , : : કે મહાશયને અમારા આ ખુલાસાથી સંતોષ થયો અને તેઓ કર્મસંબંધી વિશેષ જ્ઞાન મેળવવા માટે આજનાં વ્યાખ્યાનમાં હાજર છે.
. . . . આ. ૨-૪