________________
[ આત્મતત્વવિચાર
કાયેત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છે આવશ્યક હોય છે. આ આવશ્યકે આત્મશુદ્ધિ માટે ઘણા ઉપકારક છે અને તેથી તેને સર્વ ક્રિયાના સારરૂપ કહ્યા છે.
સર્વવિરતિચારિત્રને ધારણ કરનારની સમજણુ તથા યિા કેવી હોય તે મૃગાપુત્રની સ્થા દ્વારા કરીશું. ?
મૃગાપુત્રની સ્થા સુગ્રીવ નામે રમણીય નગર હતું. તેમાં બલભદ્ર નામે રાજા હતા. તેને મૃગાવતી રાણીથી બલશ્રી નામને એક કુમાર ઉત્પન્ન થયો હતો. પરંતુ લોકોમાં તે મૃગાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયો હતે.
- મૃગાપુત્ર મનહર રમણીઓ સાથે પિતાના નંદન નામના મહેલમાં આનંદપૂર્વક ક્રીડા કરતો હતો. એક વખત તે મહેલના ગોખમાં બેસીને નગરનું નિરીક્ષણ કરી રહ્યો હતું, ત્યાં શાન્ત, દાન્ત અને નિરારભી એવા એક સાધુપુરુષ તેના જોવામાં આવ્યા. તે ધારી ધારીને એમને જેવા લાગે અને આંખનું એક પણ મટકું માર્યા વિના તેમની સામે તાકી રહ્યો. તેમ કરતાં તેને એ અધ્યવસાય થયે કે “આવું સ્વરૂપ મેં પહેલાં કયાંક જોયું છે. અને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ જ્ઞાનને લીધે તેણે પિતાના પૂર્વભવે જોયા અને તેમાં આદરેલું સાધુપણું યાદ આવ્યું. તેથી ચારિત્ર પ્રત્યે પ્રેમ થયો અને વિષય પ્રત્યે વરાગ્ય ઉદ્ભવ્યા. , , , , , , , ,
એ પછી તેણે માતાપિતાની પાસે આવીને કહ્યું કે હે.
એમ્યક ચારિત્ર] માતાપિતા ! પૂર્વકાળમાં મેં પાંચ મહાવ્રતરૂપ સંયમ ધર્મ પાળેલે તેનું સ્મરણ થયું છે અને તેથી હું નરક, તિર્યંચ આદિ ગતિનાં અનેક દુઃખોથી ભરેલા સંસારસમુદ્રમાંથી નિવૃત્ત થવાને ઈચ્છું છું, માટે મને આજ્ઞા આપ. હું સર્વવિરતિચારિત્રની દીક્ષા ગ્રહણ કરીશ.
હે માતાપિતા ! કિપાકફળની પેઠે નિરંતર કડવાં ફળ દેના અને એકાંત દુઃખની પરંપરાથી જ વીંટળાયેલા એવા ભેગે મેં ખૂબ ભેળવી લીધા છે. વળી આ શરીર અશુચિથી ઉત્પન્ન થયેલું હેઈ અપવિત્ર છે, તેમજ અનેક કષ્ટોનું કારણ અને ક્ષણભંગુર છે, તેથી તેમાં આસક્તિ રહી નથી. અહા ! આ સંસાર દુઃખમય છે અને તેમાં રહેલાં પ્રાણીઓ જન્મ–જરા–રાગ-મરણનાં દુઃખથી પીડાઈ રહ્યાં છે!
હે માતાપિતા ! ઘર બળતું હોય, ત્યારે તેને માલીક અસાર વસ્તુઓને છોડી પહેલાં બહુમૂલ્ય વાળી વસ્તુઓ જ કાઢી લે છે, તેમ આ આખે લેક જરા અને મરણથી મળી રહ્યો છે. આપ મને આજ્ઞા આપે છે તેમાંથી તુચ્છ એવા કામને ત્યજી, કેવળ મારા આત્માને જ ઉગારી લઉં. ' .. તરુણ પુત્રની આ વાત સાંભળી માતાપિતાએ કહ્યું :
હે પુત્ર! સાધુપણું ઘણું કઠિન છે. સાધુપુરુષને જીવનપર્યત પ્રાણી માત્ર પર સમભાવ રાખવો પડે છે, શત્રુ અને મિત્ર બંનેને સમાન દૃષ્ટિએ જોવાનું હોય છે. વળી હાલતાં, ચાલતાં, ખાતાં, એમ પ્રત્યેક ક્રિયામાં થતી સૂફમે હિંસાથી વિરમવું પડે છે. આ સ્થિતિ ખરેખર ઘણી દુર્લભ છે.