________________
૨૦૪
[ આત્મતત્ત્વવિચાર
છે અને આજે પણ વર્ધમાનતપની સે આળીએ પૂરા કરનાર ભવ્યાત્માએ વિદ્યમાન છે.
(૨) ઊનેાદરિકા : જમતી વખતે પેટને જરા ઊણું રાખવું–અધૂરુ' રાખવુ, એ ઊનોરિકા કહેવાય. પુરુષનો આહાર મંત્રીશ કેાળિયા અને સ્રીનો આહાર અઠ્ઠાવીસ કાળિયાનો કહ્યો છે. તેમાં કાળિયાનું પ્રમાણ ફૂંકડીનાં ઈંડાં જેટલું કે માતુ. વધારે પહેાળું કર્યાં સિવાય સરલતાથી ખાઈ શકાય એટલું કહ્યું છે. આહાર એ કરવાથી શરીર અને મન સ્મૃતિમાં રહે છે, તેથી સ્વાધ્યાય તથા ધ્યાનની પ્રવૃત્તિ સારી રીતે થઈ શકે છે અને બ્રહ્મચર્યપાલનમાં પણ મદદ મળે છે. ઠાંસીને ખાવુ એ આરેાગ્યની દૃષ્ટિએ અહિતકર છે અને ધર્મારાધનની ષ્ટિએ પણ અહિતકર છે. કાઈ અનુભવીએ કહ્યું છે કે ‘આંખે ત્રિફલા, દાંતે લૂણ, પેટ ન ભરિયે ચારે ખૂણ. ’
સંશોધન પરથી એમ જણાયું છે કે મિતાહારી માણસાનું આયુષ્ય પ્રમાણમાં લાંબુ હોય છે અને તેમાં રાગોત્પત્તિ ભાગ્યે જ થાય છે.
આજે આયખિલ છે, એકાસણુ છે, માટે દબાવીને ખાઈ એ, એ વિચાર ઊનોરિકા તપનો ભગ કરનારા છે, જે તપ કરીએ તે ઊનોરિકાપૂર્વક કરીએ તે જ શાથે. પારણા વખતે પણ એ માટે વિવેક રાખવા ઘટે.
(૩) વૃત્તિસક્ષેપ : જેના વડે જીવતા રહી શકાય, તેને વૃત્તિ કહેવામાં આવે છે. ભેાજન અને પાણી એ વૃત્તિ
કર્મની નિર્જરા ]
૧૫:
છે. તેનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સક્ષેપ કરવા, એ વૃત્તિસંક્ષેપ કહેવાય છે. એને સામાન્ય રીતે આપણે અભિગ્રહના નામથી ઓળખીએ છીએ. અમુક જાતની ભિક્ષા મળે તા જ લેવી, એ દ્રવ્યસંક્ષેપ, એક, બે કે અમુક ઘરમાંથી જ ભિક્ષા મળે તેા લેવી, એ ક્ષેત્રસક્ષેપ, દિવસના પ્રથમ પ્રહરમાં કે' મધ્યાહ્ન પછી જ ભિક્ષા લેવા જવું, એ કાલસંક્ષેપ; સાધુઓને મધ્યાહ્ને ગાચરી કરવાની હોય છે, એ દૃષ્ટિએ અહીં પ્રથમ પ્રહર અને મધ્યાહ્ન પછીના પ્રહરને કાલસક્ષેપ ગણવામાં આવ્યા છે. અને અમુક સ્થિતિમાં રહેલી વ્યક્તિ ભિક્ષા આપે તેા લેવી, એ ભાવસક્ષેપ. આ પડતા કાળમાં પણ જૈન મહાત્માએ અભિગ્રહ ધારણ કરે છે અને તેમાંના કેટલાક તેા ઘણા ઉગ્ર હાય છે. જેમ કે હાથી લાડુ વહેારાવે તે જ આહાર લેવા. માતા, પુત્રી અને પુત્રવધુ ત્રણ સાથે મળીને વહેરાવે તે જ વહેારવું. આ બધા સચાગેા કયારે મળે ? એનો વિચાર કરો. તાત્પર્ય કે આ અભિગ્રહા પણ ઘણા ઉગ્ર ગણાય.
(૪) રસત્યાગ : મધ, મિદરા, માંસ અને માખણુ એ ચાર મહારસા કે મહાવિગઈ એ મુમુક્ષુને માટે સથા અભક્ષ્ય છે. બાકીની દૂધ, દહીં, ઘી, તેલ, ગેાળ અને પકવાન્ન એ છ વિગઈ આ છેાડવી તેને રસત્યાગ કહેવાય. છ ન છેડે અને આછી છોડે તો પણ એ રસત્યાગ કહેવાય. એ રસ-ત્યાગ પહેલાં કરતાં ઉતરતી કાટિનો, પણ રસત્યાગ તે ખશે જ. આયંબિલ એ રસત્યાગની મુખ્ય તપશ્ચર્યા છે.
* આયંબિલના શાસ્ત્રીય અથ શા તેના પ્રકાશ કેટલા? તેમાં