________________
૧૯રે
[ આત્મતત્ત્વવિચાર કરવાની આવશ્યકતા રહે છે. વધારે સ્પષ્ટ કહીએ તે વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણમાંના એક, બે કે ત્રણેની સ્થિતિ આયુષ્યકર્મ કરતાં કંઈક અધિક હોય તે ચારે અઘાતી કર્મને સમસ્થિતિના બનાવવા માટે કેવલી સમુદ્દઘાત નામની ક્રિયા કરવી પડે છે કે જેનું વર્ણન અમે પ્રસંગોપાત્ત “આત્માની અખંડતા’ નામનાં પાંચમાં વ્યાખ્યાનમાં કરેલું છે.
(૧૪) અગિકેવલિગુણસ્થાન સગિકેવલી જ્યારે મન, વચન અને કાયાનાં યોગનો નિરોધ કરી અયોગી એટલે ગરહિત બને, ત્યારે તેની અવસ્થાવિશેષને અગી કેવલી ગુણસ્થાન કહેવામાં આવે છે.
અયોગિકેવલી યોગવિધ કયા ક્રમે કરે છે, તે તમને જણાવીશું. ત્રિવિધ રોગ બાદર અને સૂક્ષ્મ એમ બંને પ્રકારનો હોય છે. તેમાં પ્રથમ બાદર કાયવેગ વડે બાદર મનગનો નિષેધ કરે છે, પછી બાદર વચનયોગનો નિરોધ કરે છે. આમ ત્રણ પ્રકારના બાદર વેગમાંથી બે. બાદર ગ જવાથી એક બાદર કાગ બાકી રહે છે. પછી સૂમ કાયોગે કરી એ બાદર કાયોગને નિરોધ કરે. સૂમ મગને નિરોધ કરે અને સૂક્ષ્મ વચનયોગનો નિરોધ કરે, એટલે કેવળ સૂક્ષ્મ કાગ બાકી રહે. ત્યાં ત્રીજું સૂક્ષ્મ-ક્રિયાપ્રતિપાતી નામનું બીજું શુકલધ્યાન શરૂ કરે અને તે વડે સૂક્ષ્મ કાયયોગનો પણ નિષેધ કરે. આ વખતે જીવેના બધા પ્રદેશો મેરુ શૈલ જેવા નિષ્પકપ થાય. તેને શૈલેશીકરણ થયું કહેવાય. આ ગુણસ્થાનનો કાળ
ગુણસ્થાન ]
- ૧૯૩ અ, ઈ, , ત્રા, લ એ પાંચ હસ્વ અક્ષરો બેલીએ એટલે છે. અહીં સમુચ્છિન્નક્રિયાશનિવૃત્તિ નામનું શું શુકલધ્યાન હોય છે. આ ધ્યાનના અંતે જીવ સકલ અઘાતી કર્મને ક્ષય કરી પિતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિએ લોકના અગ્રભાગે સિદ્ધશિલામાં રહેલાં સિદ્ધસ્થાનમાં પહોંચી ત્યાં સ્થિર થાય છે. આત્માની આ જ સર્વાગીણ પૂર્ણતા છે, આ જ પૂર્ણ કૃતકૃત્યતા છે અને આ જ પરમ પુરુષાર્થની અંતિમ સિદ્ધિ છે. આ વખતે આત્માની અવગાહના છેલ્લાં શરીરની અવગાહના કરતાં ૨/૩ ભાગ જેટલી હોય છે. " આત્માની ઊર્ધ્વગતિ માટે ચાર કારણો સમજવા જેવાં છેઃ પૂર્વ પ્રગ, અસંગત્વ, બંધચ્છદ અને ગતિપરિણામ. જેમ કુંભારના ચાકડામાં, હિંડેલામાં કે બાણમાં પૂર્વપ્રયોગથી ગતિ થાય છે, તેવી રીતે અહીં પૂર્વપ્રયોગથી ગતિ થાય છે. જેમાં માટીના લેપને સંગ જવાથી પાણીમાં તુંબડીની ઊર્ધ્વગતિ થાય છે, તેમ કર્મરૂપી લેપ જવાથી આત્માની ઉદર્વગતિ થાય છે. જેમ એરંડાના બીજ ઉપરનું બંધન છેદાઈ જવાથી એરંડબીજની ઊર્ધ્વગતિ થાય છે, તેમ જીવની સ્વાભાવિક ગતિ ઊર્વ છે, એટલે તે ઊંચે જાય છે. જેની સ્વાભાવિક ગતિ નીચી હોય તે નીચે જાય. જેમ કે ધૂળ, હેકું, પત્થર.
ચૌદ ગુણસ્થાનને અંતર્ભાવ (૧) બહિરાત્મ–અવસ્થા, (૨) અન્તરાત્મ-અવસ્થા અને (૩) પરમાત્મ–અવસ્થા એ ત્રણ અવસ્થામાં પણ થઈ શકે છે. . આ. ૨-૧૩