________________
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
૪૫
સર્વથા છૂટો પડી જાય તે ચિતન્યશક્તિ અદૃશ્ય થઈ જાય છે, અર્થાત્ મૃત્યુ નીપજે છે.”
મૃત દેહમાંથી ક ભૂત સર્વથા છૂ પડી ગયે?” એમ પૂછવામાં આવે તે તેઓ વાયુ કે અગ્નિનું નામ આપે છે, પરંતુ સ્થિતિ આવી જ હેય તે મૃત શરીરમાં નળી વાટે વાયુ દાખલ કરતાં તેનામાં શક્તિને સંચાર થે જોઈએ, તે બિલકુલ થતો નથી. એટલું જ નહિ પણ જેઓને સીલીડરમાંથી નળી વાટે પ્રાણવાયુ ઓકિસજન વાયુ પુરો પાડવામાં આવે છે. તેઓ પણ મરતાં જણાય છે, એટલે વાયુની વાત કેઈ શાણે માણસ સ્વીકારે તેમ નથી. અગ્નિની વાત પણ એટલી જ નિરર્થક છે. મડદાંને તપાસવામાં આવે કે ગરમ દવાનાં ઇજેકશન આપવામાં આવે તો શું તેનામાં શક્તિનો સંચાર થશે ખરો?
આ રીતે દેહાત્મવાદીઓની બધી દલીલેનું દલન થાય છે, એટલે દેહ અને આત્માને જુદા જ માનવા જોઈએ, દેહને આત્માની ભિન્નતાને સ્પષ્ટતયા સ્વીકાર કરે જઈએ.
આમા ઈન્દ્રિયથી ભિન્ન છે.
કેટલાક કહે છે કે દેહમાં રહેલી ઈન્દ્રિયો એ જ આત્મા છે, કારણ કે તેના વડે જ્ઞાન થાય છે અને જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. પરંતુ આ માન્યતા પણ ઉપરની માન્યતા જેટલી જ ભૂલ ભરેલી છે.