________________
પૂજ્ય આચાર્યશ્રીએ સૂરિમંત્રની પાંચે પીડે સિદ્ધ કરેલી છે. તેમાં પહેલી અને ખીજી પીઠે રાહીડા રાજસ્થાનમાં સિદ્ધ કરેલી છે, ત્રીજી અને ચોથી પીઢ અંધેરી મુંબઇમાં સિદ્ધ કરેલી છે અને પાંચમી પીઠે મુ"અષ્રમાં નિપાણીના ચાતુર્માસમાં સેાળ આય"બીલ પૂર્વક મૌન પાળી સ્ત્રીનું મુખ જોયા વિના સિદ્ધ કરેલી છે. તેને જ એ પ્રભાવ છે કે તેમણે ચિંતવેલું દરેક કાર્યં સિદ્ધ થાય છે અને લેાકા પર તેમના અજન્મ પ્રભાવ પડે છે.
સૂરીશ્વરજીનું વ્યક્તિત્વ વિરલ છે. લાખા મનુષ્યમાં ભાગ્યે જ જોઈ શકાય તેવું છે. તેમનામાં પાંડિત્યના પ્રકાશ છે, મુત્સદ્દીની કુનેહ છે, સાધુતાની સુવાસ છે, ધર્મ પ્રચારની ધગશ છે, અને સહુથી મેટી વાત એ છે કે તેઓ જ્યાં જાય ત્યાં નાના કે મેટાં, સ્ત્રી કે પુરુષ, શિક્ષિત અે અશિક્ષિત સહુ ક્રાઇનુ પોતાના તરફ આકણું કરી શકે છે. વ્યાખ્યાન પ્રસંગે તેમની વાણી જાહ્નવીના પવિત્ર પ્રવાહની જેમ અસ્ખલિત વહ્યા કરે છે. તેમાં સિદ્ધાંતનુ છટાદાર નિરૂપણુ હાય છે. હેતુ અને યુક્તિઓનુ` પ્રૌઢ પ્રતિપાદન હોય છે અને વીર, અદ્ભૂત, હાસ્ય, કરુણુ, ભયાનક આદિ રસાથી ભરેલા વિવિધ દૃષ્ટતાની કલામય રજાઆત પણ હેાય છે. મદારી મેારલી વગાડીને મૃગ સમૂહને મુગ્ધ કરી શકે છે, તેમ સૂરીશ્વરજી પેાતાની અસાધારણ વક્તૃત્વકલા છેડીને મોટા મોટા માનવ સમૂહને ડાલાવી શકે છે અને તેમને મત્રમુગ્ધ બનાવી શકે છે. તેમના વ્યવહાર ઉદાર છે અને મિજાજ આનંદી છે, તેથી સહુની પાસેથી સારી રીતે કામ લઇ શકે છે.
રાષ્ટ્રભરમાં વિચરતા રહેવુ... અને લેાને ધમ' પમાડવા એ નિમ્ થ સૂત્રનુ આચાય શ્રીએ પૂરી ચીવટથી પાલન કર્યુ છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, માળવા, મધ્ય પ્રાંત, મહારાષ્ટ્ર, આંધ્ર અને તામીલનાડની ભૂમિ તેમના પગલે પાવન બની છે અને ત્યાંના હજારો સ્ત્રી પુરૂષાએ તેમનાં દન, સહવાસ તથા વ્યાખ્યાન શ્રવણથી