________________
༤་ར་པ།. ་་ །
પૂ૦ પાક આચાર્ય દેવ 1 શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનું
* જીવન-દર્શન જ
જૈન સમાજમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલક્ષમણસૂરીશ્વરજી મહારાજનાં નામથી પરિચિત નહિ હોય ? પ્રતિભાશાળી વ્યક્તિત્વ, ગૌરવર્ણ, ભવ્ય મુખાકૃતિ અને ચમકતાં નયનને લીધે તેઓ પ્રથમ દર્શને જ સહનું આકર્ષણ કરે છે.
તેમની વાણીમાં મધુરતા છે, તે સાથે સૌજન્ય તથા સહદયતાને પણ સુંદર યોગ છે. વળી તેમનું હદય સાધુજનચિત સરલતા, ઉદારતા અને પ્રસન્નતાથી પૂર્ણ ભરેલું છે, એટલે તેમને થડે સહવાસ પણ આગંતુકના મન પર ભારે અસર કરનારો નીવડે છે.
આજે અગણતર–૬૯ વર્ષનું વય હોવા છતાં તેઓ એક યુવાન જે ઉત્સાહ ધરાવે છે. અને શાસન સેવાનાં કાર્યોમાં નિરતર માગ્યા રહે છે.
તેમનું વકતૃત્વ અત્યંત પ્રભાવશાળી છે. તે કારિતાને કેમલતામાં પલટી શકે છે, કૃપણુતાને ઉદારતામાં ફેરવી શકે છે અને કુટિલતાનું સરળતામાં પરિવર્તન કરી શકે છે. ભારતવર્ષના લાખો લકાએ તેમને સારી રીતે સાંભળ્યા છે, અને તેમાંથી તેમણે જીવન સુધારણાની પ્રબળ પ્રેરણા મેળવેલી છે. તેમણે છેલ્લાં પચીસ વર્ષમાં આચાર્યપદને અત્યંત શોભાવ્યું છે.