________________
આમરવવિચાર પામ્યા. તે હે જીવ! તું તે અભિમાનથી છકી ગયા છે, તારું શું થશે ? આ અધ્યવસાય તમને થયા વિના રહે નહિ, તીર્થો, મંદિર, ઉપાશ્રયે, જ્ઞાનભંડારો, સદગુરુસમાગમ, ઉત્સવ-મહેરા એ બધાં અધ્યવસાયને શુદ્ધ કરવાની પ્રબળ નિમિત્ત છે. તેથી જ મહાપુરુષેએ તેની જોરદાર હિમાયત કરી છે, એ તમારે ભૂલવાનું નથી.નિમિત્તે નબળાં પડ્યાં કે અશુભ અધ્યવસાયે તમારા પર જોરદાર હુમલો કરશે અને તમારા જીવનની બાજી બગાડી નાખશે.
આત્માના પરિણામો કે અધ્યવસાયની શુદ્ધિ એ જ ભાવધર્મ છે અને ભગવાને તેને દાન, શીલ તથા તપ કરતાં પણ ઉત્તમ માન્ય છે, કારણ કે ભાવ ન હોય તો આ કંઈ ક્રિયા શોભતી નથી કે પિતાનું વાસ્તવિક ફળ આપી શકતી નથી. હજાર રૂપિયાની આશા રાખી હોય, ત્યાં દશ મળે એ વાસ્તવિક ફળ કહેવાય નહિ, તે સ્થિતિબંધમાં અધ્યવસાયે કારણભૂત છે.
કર્મને પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ પડવામાં ચોગબળ કારણભૂત છે, તેમ કર્મને સ્થિતિબંધ પડવામાં અધ્યવસાય કારણભૂત છે. આત્મા જે અધ્યવસાયસ્થાને વતતો હોય તે પ્રમાણે કર્મની સ્થિતિને બંધ પડે છે,
સ્થિતિના પ્રકારે સ્થિતિ અર્થાત્ કાલમર્યાદા ત્રણ પ્રકારની છે: (૧) જઘન્ય, (૨) મધ્યમ અને (૩) ઉત્કૃષ્ટ. જે સ્થિતિ ટૂંકામાં ટૂંકી હોય તેને જઘન્ય કહેવાય; જે સ્થિતિ લાંબામાં લાંબી હોય તેને