________________
આત્મતરવવિયા
લાલચને કારણે માણસો જ હું બોલે છે, કપટ કરે છે અને અનીતિ કરવા પ્રેરાય છે. આ બધી વસ્તુથી આત્મા ગુંગળાય છે, તેને ચેન પડતું નથી. જેને શાંત દશાને સાચો અનુભવ હોય તે જ શાંત દશાનું સાચું મૂલ્યાંકન કરી શકે, પરંતુ જે હરદમ અશાંત દશા જ અનુ માવતે હોય તે શાંતિનું મૂલ્ય શું આંકી શકે? જેના જીવનમાં ક્રોધ, માન, માયા અને લેભ ન હોય તેને જ સાચી શાંત દશાને અનુભવ થાય. - આ દુનિયામાં લડાઈ-ઝગડા કરાવનારા કષાયે છે. તે કોઈ જગાએ માન-અભિમાન-અહંકારથી કરાવે છે, કોઈ જગાએ માયા-કપટ-લુચ્ચાઈથી કરાવે છે, તે કઈ જગાએ લોભલાલચથી કરાવે છે. દરેક લડાઈ-ઝઘડામાં મોહનીય કર્મનું કોઈને કોઈ વરૂપ જવાબદાર હોય છે જ. - નરકમાં ગયેલા આત્માને પરમાધામી મારે છે, કાપે છે, તેના શરીરના ટુકડા કરે છે અને તેને અનેક રીતે સતાવે છે. આ રીતે પરમાધામી એક આત્માને અસંખ્યાત વર્ષ સુધી સતાવી શકે, તેથી વધુ નહિ.
પરંતુ મોહનીય કર્મજન્ય કષાય આ પરમાધામી કરતાં પણ ભૂંડા છે. તે અનાદિકાળથી આત્માને અશાંતિ કરતા આવ્યા છે, સતાવતા આવ્યા છે, છતાં આપણને આ પરમાધામીની જેટલી બીક છે, તેટલી આ કષાયની નથી, તેનું કારણ શું ? આ વસ્તુનો શાંત ચિત્ત વિચાર કરીએ, તે કષાયની બૂરાઈ ખ્યાલમાં આવી જાય અને કલાને