________________
કમબંધ
૩૮૭
સર્વ દુખોને સર્વથા તરી ગયેલા અને જન્મ જ તથા મરણના બંધનથી છૂટા થયેલા સિદ્ધો શાશ્વત અને અવ્યાબાધ સુખને અનુભવ કરે છે. ”
તમે અરિહંત પરમાત્માની સ્તુતિનિમિત્તે રાજ નમુથુષ સૂત્ર બોલે છે, તેમાં સિદ્ધગતિને માટે કયા વિશેષણો વપરાચેલાં છે? ઘણા ભાગ્યશાળી એ સૂત્ર કડકડાટ બોલી જાય છે, પણ તેને અર્થે વિચારતા નથી. એટલે તેમાં શું કહ્યું છે અને શું નહિ ? તે જાણતા નથી. સૂત્ર ભાવપૂર્વક બોલવું જોઈએ. એ ભાવ અર્થ સમજ્યા વિના આવે નહિ. “નમુથુલું સૂત્ર'નાં પદમાં ઘણે ગંભીર અર્થ રહેલ છે. તે સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજીએ લલિતવિસ્તરા ચૈત્યવંદનવૃત્તિમાં સમજાવેલ છે. આ વૃત્તિ વાંચી શ્રી સિદ્ધર્ષિગણિની ડગમગી ગયેલી શ્રદ્ધા સ્થિર થઈ હતી. બીજા પણ અનેક છે એ વૃત્તિ વાંચીને શ્રી જિનેશ્વરદેવની શ્રદ્ધા-ભક્તિમાં દઢ થયેલા છે.
નમુલ્થ સૂત્રમાં શ્રી અરિહંત દેવેને સિદ્ધિારૂનામર્થ ટાળે સંપત્તા કથા છે, એટલે જે જે અરિહંત દેવ થાય, તે બધા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા છે. એમ સમજવાનું છે. આ સિદ્ધિારૂ આદિ પદોની પૂર્વે “શિવમયમબળતરામ વાવાદમપુળરાવિત્તિ” એ શબ્દો આવે છે, તે સિદ્ધગતિસ્થાનનાં વિશેષ છે. કચરું એટલે એ સ્થાન અચલ છે, સ્થિર છે, કદી ચલાયમાન ન થાય એવું છે. મા એટલે એ સ્થાન વ્યાધિ અને વેદનાથી રહિત છે. વ્યાધિનું મૂળ શરીર છે અને વેદનાનું મૂળ અશુદ્ધ મન છે. આ બંને વસ્તુને ત્યાં અભાવ છે, એટલે વ્યાધિ કે વેદના શી રીતે હોઈ શકે?