________________
કમની ઓળખાણ
પ૯
એક મોટો ટોપલે ભરેલું હતું. તેણે ઠણઠણપાલને કહ્યું:
ભાઈ ! આ ટેપલે માથે ચડાવવામાં મને જરા હાથ આપે.” એટલે ઠણઠણપાલ તેની પાસે ગયા અને ટેપલાને હાથ દેતાં બેલ્યો, કે “બહેન ! તમારું નામ શું ?” પેલી સ્ત્રીએ કહ્યું કે “લખમી.”
ઠણઠણપાલને આ નામ સાંભળી કંઈક આશ્ચર્ય થયું. તેણે લખમીને પૂછયું કે “બહેન ! તમારું નામ તે લક્ષમી છે અને તમે આ છાણા વીણવાનું કામ કરે છે ?
લખમીએ કહ્યું: “ભાઈ ! નામને શું કરવાનું? આ દુનિયામાં “નામ મેટાં અને દરસણ બેટા” એ જ વ્યવહાર ચાલે છે. મારી રિથતિ ઘણું ગરીબ છે, તેથી આ રીતે છાણ-લાકડાં વીણને બજારમાં વેચું છું અને તેનાથી મારું ગુજરાન ચલાવું છું.
આટલું કહી લખમી ચાલતી થઈ અને ઠણઠણપાલ પોતાના રસ્તે પડયો, પણ આખા રસ્તે તેનાં મનમાં બે જ શબ્દો શું જ્યા કર્યા “લખમી' અને છાણાં.”
તે થોડું આગળ ચાલ્યા, ત્યાં એક માણસ સામો મળે તેને ઠણઠણપાલે પૂછ્યું, કે “ભાઈ ! તમારું નામ શું? પેલાએ જવાબ આપ્યો, કે “ધનપાલ.” આ નામ સાંભળી ઠણઠણપાલ ખુશ થયા. તેણે કહ્યું. “વાહ! તમારું નામ તે બહુ સુંદર છે વારુ, આપ હાલમાં શું કામ કરે છે ? ધનપાલ છે, એટલે મેટો વેપારવણજ ખેડતા હશે એમ માનું છું.” આ સાંભળી ધનપાલે કહ્યું: “ભાઈ ! મારું નામ ધનપાલ છે, એટલું જ. બાકી