________________
આત્મશક્તિ
૩૦૧
ગીગેડાએ કહ્યું“તારૂં સ્થાન આથી કેવું સારું હશે? એ તે ચહુ પિતાની વસ્તુને જ સારી માને.”
ભમરાએ કહ્યું: “દોસ્ત! એવું નથી તે એક વાર મારે ત્યાં આવીને થોડી વાર બેસ, એટલે તને મારા કહેવાની ખાતરી થશે.”
આ રીતે ભમરાને ખૂબ આગ્રહ થવાથી ગીગેડે તેને ત્યાં જવા તૈયાર થયો. પણ તેને વિષ્ટા વિના ઘડી પણ ચાલે નહિ, એટલે જતી વખતે વિષ્ટાની એક ગોળી પિતાનાં મોઢાં નીચે મૂકી દીધી. જેને જે વસ્તુ પ્રિય હેય તેને તે વિના ચાલતું નથી. તેથી જ કવિએ કહ્યું છે કે
જેનું મન જેથી મળ્યું, તેને તેજ સહાય,
દ્રાક્ષ તણે તછ માંડે, કાગ લીબેળી ખાય. અથવા
જેને ભાવે તે ભલું, નહિ સદગુણવિચાર,
તજી ગજમુક્તા' ભીલડી, પહેરે ગુજાહાર, ગીગોડ ભમરાને ત્યાં પહોંચ્યા. ભમરાએ તેનું પ્રેમપૂર્વક વાગત કર્યું અને તેને એક કમળ પર બેસાડ્યો. પછી થોડી વારે ગીગોડાને પૂછવા લાગ્યો કે “કેમ? અહીં કેવું લાગે છે?” પણ ગીગોડાની સ્થિતિ તે વિચિત્ર થઈ પડી હતી. કમળની સુગંધને કારણે તેને વિષ્ણાની દુર્ગધ બરાબર આવતી ન હતી અને વિષ્ટાની દુર્ગધનાં કારણે કમળની સુવાસ માણે
૧ હાથીનાં મસ્તકમાંથી નીકળેલાં મોતી. ૨ ચણોઠીને હાર,