SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ २७२ આત્મતત્વવિચાર કે તે ઠંડો પડી ગયે પૂર્વનાં પ્રબળ સંસ્કારો શું નથી કરતા? તેને સાધ્વી પર રાગ થયો અને તે પિતાની સૂંઢ ઊંચી-નીચી કરી એ રાગ પ્રદર્શિત કરવા લાગ્યા. સુનંદા સાધવીએ કહ્યું: “હજી રાગથી ધરાયે નથી ? મારાં નિમિત્ત તું છ છ ભવમાં મરણ પામ્યો, માટે હવે સમજ અને એ રાગને તારા હદયમાંથી દૂર કર.” તે જ વખતે હાથી તદ્દન શાંત બની ગયા અને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું એ જ્ઞાનનાં બળે તેણે પિતાના પૂર્વભવે જોયા અને તે પ્રતિબંધ પામ્યા. આ જોઈ લોકોના આશ્ચર્યને પાર રહ્યો નહિ. તેઓ સાવીનાં સરવને વખાણવા લાગ્યા, પછી ચાવીનાં વચનથી તે ગામને રાજા એ હાથીને પિતાની હસ્તીશાળામાં લઈ ગયા. ત્યાં એ હાથી છને પારણે છઠ્ઠ કરવા લાગ્યો. તેણે બાકીનાં સમસ્ત જીવનપર્યત તપ કર્યું અને એ તપના પ્રભાવે મરીને આઠમા દેવલેકે દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને જ્ઞાની મુનિવરોના કહ્યા પ્રમાણે તે મનુષ્યને ભવ પામી મેક્ષમાં જશે.” વિષયવાસનાનું આ પરિણામ જાણુ સુજ્ઞજનેએ તેનાથી દૂર રહેવું અને ધર્મનું આરાધન કરી પોતાના જીવનને સફળ બનાવવું, એ મહર્ષિઓને ઉપદેશ છે અને અમારું કહેવું પણ એ જ છે. આત્માની શક્તિ વિશે હજી વિશેષ કહેવાનું છે, તે અવસરે કહેવાશે.
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy