________________
આત્મતરવવિચાર
મહાવીર પ્રભુના સંબંધમાં પણ આ પ્રમાણે બધે વિધિ થયા પછી ઈન્ડે પાંચ રૂપ બનાવ્યા. તેમાંનાં એક રૂપે પ્રભુ જીને ગ્રહણ કર્યા, બે રૂપે ચામર વીંઝવા લાગ્યા, એક રૂપે છત્ર ધર્યું અને એક રૂપે અંગરક્ષકની જેમ હાથમાં વા લઈ આગળ ચાલવા લાગ્યા. ઈન્દ્રની આગળ અને પાછળ દે વરઘડારૂપે આનંદથી ચાલવા લાગ્યા. આ વરડો થોડી જ વારમાં મેરુ પર્વત પર પહોંચ્યો.
મેરુપર્વત પર સ્નાત્રાભિષેક - સૌધર્મેન્દ્ર વગેરે દેવોને વઘાડે મેરુ પર્વત પર પહોંચે ત્યારે ૬૩ ઈન્દ્રોનાં* સિંહાસને કંપ્યાં, એટલે તે પણ સૌધર્મેન્દ્રની જેમ તૈયાર થઈ મેરુ પર્વત પર તેમના પરિવાર અને વૈભવસહિત આવી પહોચ્યા.
પછી બારમા દેવલોકના ઈન્ડે એટલે અમ્યતેન્દ્ર અભિ ચોગ્ય દેવેને અભિષેક માટે સામગ્રી તૈયાર કરવા હુકમ આપ્યો. શ્રી તીર્થકર ભગવાનના સ્નાત્રાભિષેકમાં કુલ ૨૫૦ અભિષેક થાય છે.
આ અભિષેકમાં કળશો ઘણા મોટા હોય છે. તેની કલ્પના સામાન્ય મનુષ્યને આવી શકે નહિ. તેમાં ક્ષીરસમુદ્રનું પાણી ભરી લાવવામાં આવે છે, કારણ કે તે ઘણું મીઠું અને દૂધ જેવું ઉજળું હોય છે.
* સુર-અસુરના મળી ઈન્દ્રોની સંખ્યા ૬૪ની હોય છે,