________________
સર્વજ્ઞતા
૨૧૭
જાણી શકે છે.” એ એક લેખ પ્રગટ કર્યો હતો. તેમાં જે હકીકત જણાવી છે તે, ધ્યાનમાં લેવા જેવી છે. તેઓ એ મનનીય લેખમાં જણાવે છે કેમાનવી ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણી શકે છે?
આપણે અનેક ધાર્મિક પુરાણ-કથાઓમાં આપણે મહાન ઋષિમુનિઓને ભૂત, ભવિષ્ય અને વર્તમાન બતાવનાર તરીકે વાંચીએ છીએ અને હજી પણ તેવા સંત-મહાત્માઓ આપણા ભારતમાં છે કે જેઓ હિમાલય, ગિરનાર વગેરે પહાડોની ગુફાઓમાં વાસ કરે છે અને પોતાની દયેય-સાધનામાં મગ્ન રહે છે. તે સંત-મહાત્માઓ કોઈ કોઈને મળે છે અને તેમની વાત સાંભળી આપણે વિચારમાં પડી જઈએ છીએ કે શું સાચે જ માનવી ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકે છે? હા, એ વાત સાચી જ છે.
ઘણા માણસે કહે છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન માનવીએ જાણી શકવાની વાત વાહિયાત અને એક જાતને દંભ છે. આપણા ભારતીય ઋષિ-મુનિઓની મહત્તા વધારવા માટે આવી અફવાઓ ઉડાડવામાં આવે છે. બાકી જે માનવી ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકતે હેય તે દુનિયામાં જે અશાંતિ છે, તે તરત જ દૂર થઈ જાય, વગેરે મને તેમનાં અજ્ઞાન ઉપર હસવું આવે છે અને દુખ થાય છે.
આજે પણ હેલાંડમાં આ એક માનવી વસે છે. તેનું નામ છે પિટર હરકોસ. તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી