________________
૧૮૨
આત્મતત્વવિચાર ભોગવિલાસ કરે, ધર્મની આરાધના કરવી વગેરે ક્રિયાઓ આત્માની આ શક્તિને લીધે જ સંભવે છે. જે આત્મામાં આ શક્તિ ન હોય તે આત્માનું કંઈ પણ સંભવે નહિ.
જડ વસ્તુઓમાં યંત્રાદિના પ્રયોગથી ક્રિયાશક્તિ ઉત્પન્ન થાય છે, પણ તે ક્રિયામાં અને આ ક્રિયામાં ઘણે મેટો તફાવત છે. યાંત્રિક ક્રિયામાં સંજ્ઞા (Instinctો વિચાર (Thought, લાગણે (Feeling) કે ઇચ્છા (Will) જેવું કંઈ હોતું નથી. માત્ર એકધારી ગતિ (Motion ) હોય છે અને તે વેગ (Speed) પૂરો થતાં અટકી પડે છે, જ્યારે આત્મા વડે થતી ક્રિયામાં સંજ્ઞા, વિચાર, લાગણી કે ઈચ્છાનું તત્વ હોય છે અને તેથી તેમાં વિવિધતા દેખાય છે.
કૂતરાનું રમકડું ચાવી દેવાથી ચાલે-દોડે ખરું, પણ તે જીવંત કુરકુરિયાની જેમ ઈચ્છાપૂર્વકની વિવિધ ગતિ કરી શકે નહિ. જીવંત કુરકુરિયાને ચાલતાં આનંદ આવે તો તે પોતાની પૂછડી પટપટાવે, કાન ઊંચાનીચા કરે કે જીભ બહાર કાઢેપણ જડ રમકડું તેવું કશું કરી શકે નહિ.
મનુષ્ય, પશુ આદિ જીવંત પ્રાણુઓ ચાલીને કે દેડીને અમુક સ્થળે પહોંચી શકે છે, પણ જડ યંત્રો પોતાની મેળે ચાલીને કે ગતિમાન થઈને અમુક સ્થળે પહોંચી શકતા નથી.
* જે આત્માઓ હજી અવિકસિત સ્થિતિમાં છે તેમની ક્રિયાઓમાં વિચાર નહિ પણ સંજ્ઞા મુખ્ય હોય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર મુખ્ય સંજ્ઞાઓ છે. પ્રકારાંતરે દશ, પંદર અને સોળ સંસાઓને પણ શાસ્ત્રમાં ઉલ્લેખ છે.