________________
૧૨
આત્મતત્ત્વવિચાર
ન
પણ વાંસ બાંધે, પછી માથે સાત બેડાની હેલ લઈ તેના પર ચડી જાય, તેમાં ન તે તેને પગ લથડે કે ન એકે બેડું કુટે. તે જ રીતે હાથમાં છરા, જમૈયા કે તલવાર લે અને વાંસ પર ચડી તેના અનેક પ્રકારના ખેલ કરી બતાવે. ઈલાપુત્રે પણ આવા અદ્દભુત ખેલે કરવા માંડયા. રાજા અને રાણી આ ખેલ જોવા માટે ઝરૂખે આવીને બેઠા અને લેકે ચોકમાં ટેળે મળ્યા.
ઈલાપુત્ર વાંસ પર ચડયો છે અને નટપુત્રી પગમાં ઘુઘરા બાંધી, કિન્નર સાદે ગાયન ગાતી, ઢાલ બજાવી રહી છે. “આ ખેલથી રાજા જરૂર રીઝશે અને નટપુત્રી સદાને મારી થશે.” એ ઈલાપુત્રને દઢ વિશ્વાસ છે, પણ રાજાએ નટપુત્રીનું અદભૂત સૌંદર્ય જોયું, ત્યારથી એની દાનત બગડી છે. તે એ વિચાર કરે છે કે “જે આ નટ વાંસ પરથી નીચે પડે અને મૃત્યુ પામે તે આ નટપુત્રીને હું મારા અંતઃપુરમાં બેસાડી દઉં.” આ પણ કર્મની એક વિચિત્રતા જ ગણાય ને! જેને રીઝવ છે, જેને રીઝવીને મોટું ઈનામ લેવું છે, તે જ મનમાં દુષ્ટ વિચાર કરી રહ્યો છે.
ઈલાપુત્રે ખેલ ઘણે અદ્દભૂત કર્યો અને લકે ખૂબ રાજી થયા; પણ રાજા રીઝયો નહિ. એટલે તે ફરી વાર વાંસ પર ચડે. છતાં યે પરિણામ પહેલાં જેવું જ આવ્યું. જે રાજા રીઝે નહિ, તે જેને માટે બાર બાર વરસ મહેનત કરી હતી, તે બધી ફેગટ જાય, એટલે ઈલાપુત્ર ત્રીજી વાર, ચોથી વાર વાંસ પર ચડ અને પિતાની વિદ્યાનું પાણી