________________
૧૬૪
આત્મતત્વવિચાર
તેવું જ કહે. પરંતુ તમારી બુદ્ધિ દાખલા અને દલીથી ટેવાયેલી છે, એટલે દરેક બાબતમાં દાખલા-દલીલની ઇચ્છા રાખે છે. અમે પણ તમારી બુદ્ધિને સંતોષવા પૂરતા પ્રમાણમાં દાખલા-દલીલ આપીએ છીએ. આ વિષયમાં તમારાં મનનું સમાધાન એક દષ્ટાંતથી કરીશું.
ઈલાપુત્રનું દૃષ્ટાંત ધનદત્ત શેઠ બધી વાતે સુખી હતા. પણ તેમને એકે પુત્ર ન હતું. લોકે પુત્ર માટે શું નથી કરતા? અનેક જેશીઓને પૂછે છે, ભગત-ભૂવાને મળે છે તથા દેવ-દેવીઓની બાધા-આખડી રાખે છે. આ પ્રમાણે ધનદત્ત શેઠે ઘણી બાધા-આખડી રાખ્યા પછી ઈલાદેવીની કૃપાથી તેમને એક પુત્ર થયે, એટલે તેનું નામ ઈલા પુત્ર રાખ્યું
એકનો એક પુત્ર અને શ્રીમંત ઘર એટલે તેના લડ કોડમાં શી મણ રહે? “દિન દેગુના, રાત ગુના” એ રીતે ઉછરીને તે માટે થયો અને અનુક્રમે યુવાવસ્થા પામ્યા. આ અવસ્થામાં મનુષ્યને વિષયાભિલાષા જાગે છે અને પૂર્વ સંસ્કા. રનું બળ પૂરતા પ્રમાણમાં ન હોય તે તેને હાથે કેટલેક અનર્થ થાય છે. ઈલાપુત્રનું પણ તેમ જ બન્યું.
એક વાર નટ લોકો રમવા આવ્યા. તેમની એક યુવાન પુત્રીને જેઈને ઈલા પુત્ર મોહિત થયે. “જે પરણું તે આ નરપુત્રીને જ પરણું. એવી મનમાં ગાંઠ વાળી, પછી તે આમ-દમણે થતે એક તૂટેલી ખાટ પર સૂઈ રહ્યો માતા
* જૈન સાહિત્યમાં અન્યત્ર ઈલાચીકુમાર એવું નામ પણ આવે છે.