________________
પુનર્જનમ
મસ્તિકાયનાં નિરૂપણ અંગે જૈન દર્શનની મજાક કરતા હતા પણ આધુનિક વિજ્ઞાને ઈથરની શોધ કરી અને ધ્વનિ વગેરેને ગતિ કરવા માટે તેની ઉપયોગિતા સ્વીકારી, ત્યારે તેમનાં મોઢાં ઉતરી ગયાં. તાત્પર્ય કે ગતિસહાયક અને સ્થિતિસહાયક દ્રવ્યોનો સહુથી પહેલે ખ્યાલ જૈન દર્શને આપ્યો છે અને તે સાચો છે.
(૩) આકાશાસ્તિકાય. (Space) તેની હકીકત ઉપર આવી ગઈ છે.
(૪) કાલ. (Time) કોઈ પણ વસ્તુની વર્તનને ખ્યાલ આ દ્રવ્યને લીધે આવે છે. આ વસ્તુ હતી, આ વસ્તુ છે, આ વતુ હશે. એ બધું કાલના આધારે જ કહેવાય છે. | (૫) પુલારિતકાય એટલે પૂરણ અને ગલન સભાવવાળું અણુ અને સ્કંધરૂપ વર્ણાદિથી યુક્ત દ્રવ્ય (Matter) પૂરણ એટલે ભેગા થવું અને ગલન એટલે જુદા પડવું. વર્ણાદિ એટલે વર્ણ, ગંધ, રસ, સપર્શ અને શબ્દ, તાત્પર્ય કે જે દ્રવ્ય ભેગું પણ થઈ શકે છે, છૂટું પણ થઈ શકે છે, તથા જેને રૂપ હોય છે, વાસ હોય છે, સવાદ હોય છે, સ્પર્શ હોય છે તથા જેનાથી શબ્દ એટલે ઇવનિ ( Sound ) ઉત્પન્ન થાય છે, તેને પુદ્દગલદ્રવ્ય સમજવાનું છે. જે
* सद्दघयार उज्जोओ, पहा छायाऽऽतवेइ वा । ao-સાંઘ--BIના પુત્ર તુ ત્રવાળે છે
| શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, અ૦ ૨૮ મુ. ” “શબ્દ, અંધકાર, પ્રકાશ, કાંતિ, છાયા, તપ, વણ રસ, ગંધ અને સ્પર્શ એ પુદ્ગલનું લક્ષણ છે.'