________________
બીજો ભાગ
ન =
૩૧
તે કહી દીધું કે- “મપિ = વાતાવું ક્યારે કહી શકાય? એમના હૈયામાં દેવ-ગુરૂ-ધર્મ વસેલા હતા, માટે એ એમ કહી શક્યા. મહારાજા શ્રી કુમારપાલને એક વાર તેમના દુશમને તરફથી ઝેર આપી દેવામાં આવ્યું. ઝેર ખવાઈ ગયું હોય તે પણ, તેનાથી બચી શકાય એવી શુક્તિ રાજભંડારમાં હતી; પણ શ્રી કુમારપાલને ઝેર આપવાનું કાવતરું રચનારાઓએ, એ શુક્તિને પણ પહેલેથી જ પિતાના કાબૂમાં લઈ લીધી હતી. અહીં ઝેરની અસર વચ્ચે જતી હતી, ત્યાં શ્રી કુમારપાલને ખબર પડી ગઈ કે–પિતાને ઝેર આપવાનું કાવતરૂં કોણે રચ્યું છે, અને, તેણે ઝેરને ઉતારનારી શુક્તિ પણ કબજે કરી લીધી છે, એમ પણ તેમના જાણવામાં આવી ગયું. આ વખતે એમને શું થાય ? શાસ્ત્રોમાં નૈધ છે કે–એ વખતે શ્રી કુમારપાલે, પિતાને ઝેર આપનાર દુમન ઉપર પણ ગુસ્સો કર્યો નથી. એ સમજી ગયા કે– હવે હું બચી શકું તેમ નથી, એટલે અન્તિમ આરાધનામાં લાગી ગયા. ઝેર ઉતારવાની શક્તિ નહિ મળવાથી નારાજ થનારાઓને તેમણે કહ્યું છે કે-મરવાને માટે પણ અમે તૈયાર છીએ !” જાણી જોઈને મરવું નહોતું, પણ મરણ આવી પડે તે તેનો જરાયે ડર નહતો. જેના મનમાં એમ હોય કે- જીવીશું તે ધર્મ કરીશું અને મરીશું તે સદગતિ હાજર જ છે” એ, મરણથી ડરે પણ શું કરવાને ? જીવાય તે ધર્મ કરવો છે અને મરાય તે સદ્ગતિ મળશે, એવી ખાત્રી છે– આવું જેના મનમાં હોય, તેનાથી અશાન્તિ આઘી રહે અને તેની શાન્તિ બની રહે. મહારાજા શ્રી કુમારપાલે અન્તિમ આરાધના પણ બહુ સારી કરી છે, કેમ કે-હૈયે ધર્મ હતે.