________________
બીજો ભાગ તપના પ્રભાવે એ દેવલોકમાં જાય, એ બને. બાલ તપસ્વિએ કો કેટલાં વેઠે છે? ગમે તેવી ટાઢ વેઠે, ગમે તે તડકે વેકે, ઠંડીમાં પાણીમાં ઉઘાડા શરીરે રહે અને ગરમી વખતે આજુબાજુ અગ્નિ સળગાવીને બેસે, તપેલી રેતીમાં પડયા રહે. આ બધું અજ્ઞાન કષ્ટ છે, પણ કષ્ટનું સહન તો છે ને? ખાવું તે રવર્ગનું કારણ છે–એમ નથી લખ્યું અને અજ્ઞાન પણ તપ એ સ્વર્ગનું કારણ છે–એમ લખ્યું છે. તપ કરનારાઓમાં અજ્ઞાન હય, અણસમજુ હોય, પણ તપના સ્વભાવવાળા અને ઉલાસથી તપનું પચ્ચખાણ કરીને ગમે તેટલું વેઠવું પડે તે ય તેને ભંગ નહિ કરનારને હાથ જ જોડવા. અવિવેકની અનુમોદના કરવાની કે એને ઉત્તેજન આપવાની આ વાત. નથી, પણ ત૫ પ્રત્યે અનાદરભાવ આવી જવા પામે નહિતેને અંગે કાળજી રાખવાની આ વાત છે. તપના સાચા ફલને પામવું હોય, તે શું કરવું જોઈએ—એ વાત જુદી છે, પણ તપને અભ્યાસ કરવાને માટે જ થેડી અવિધિ સેવતા હોય અને હૈયામાં વિધિબહુમાનવાળા હોય, તે તે અવગણવાને યોગ્ય નથી, એ પૂરતી જ આ વાત છે. શ્રદ્ધા
શ્રદ્ધા એટલે સમ્યગ્દર્શન અથવા ધર્મકરણને અભિલાષ. મોક્ષની અભિલાષાથી ધમને કરવાની અભિલાષામાં દેવલોકનું આયુષ્ય બાંધવાનું સામર્થ્ય છે. કેઈને ય ધર્મ કરતે જોઈને, એને હાથ જોડવાનું મન થાય અને ક્યારે હું પણ આ ધર્મ કરૂં?”—આ વિચાર જેને આવે, તેના પરિણામ સારા હોય તે ખરાબ પરિણામવાળાના અન્તઃકરણમાં