________________
બીજો ભાગ
૩૯૫
સમજથી નિન્દા કરનારાઓ પણ અનુભવે સુધરી ગયા છે. એક ઠેકાણે ઉપધાન હતાં. ત્યાં, એક ભાઈ એવા હતા કેબહાર બેસીને જ ઉપધાન તપ કરનારાઓની કુથલી કર્યા કરે ! જ્યારે તક મળે, ત્યારે એ કહે કે-“બધા માલમલીદા, ઉડાવવાને ભેગા થયા છે ! ઉપધાનની રઈ તે જુઓ ! સત્તર જાતની મીઠાઈ ! પછી કહે છે કે–અમે તપ કરીએ, છીએ.” એમાં બન્યું એવું કે–એમના કેઈ સગાએ શ્રી ઉપધાન તપમાં પ્રવેશ કરેલ અને એથી એમના તરફથી એક ટેળી રખાએલી. લેકવ્યવહારથી એમણે પણ ટેળીમાં ભાગ રાખેલે, એટલે એ પીરસવાને માટે અંદર આવ્યા. એમણે જોયું કેઆટલી બધી ચીજો છે, પણ આ તપવિએ તે માંડ માંડ થોડું ખાઈ શકે છે ! ૪૮ કલાકે ખાવાનું મળે, તે શું ખવાય? પછી તે, પોતે જાતે આગ્રહ કરી કરીને પીરસવા લાગ્યા, સારામાં સારી મીઠાઈ એમણે પીરસવા માંડી, પણ તપરિવઓથી ખાઈ શકાય તેમ હોય તો લે ને? એ વખતે, એમને થઈ ગયું કે-આટલી પણ ચીજે ઓછી ગણાય, કેમ કે-૪૮ કલાકે એક વાર ખાવાનું, તે કાંઈક પણ ભાવે તે થોડું ય ખાઈ શકે ને? આટલા અનુભવથી એમના વિચારો ફરી ગયા. પછી તે, એમણે મારી પાસે આવીને, પહેલાં તપસ્વિઓની જે નિદા કરેલી, તે માટે રડતે રડતે માફી માગી ! તેમ, જેને એમ લાગતું હોય કે-તપસ્વી સૂએ, કેમ?, તે એક વાર તપ કરી જુએ તે ખબર પડે. જ્ઞાની તે એમ પણ કહેશે કે-આમ તપ ન થાય! તપ કરે, પણ તે શકિતને સમજીને કરો! તપ એવી રીતિએ કરે કેબીજી જરૂરી ક્રિયાઓ સદાય નહિ! પણ તમારે તપ કરે.