________________
ચાર ગતિનાં કારણે '' કરી શકતું નથી. જેણે પિતાના આત્માના મોક્ષપર્યાયને પ્રગટ કરે હય, તેણે કષાયેના અને ઈન્દ્રિયેના વિજેતા બનવું જ જોઈએ. કષાયેના અને ઈન્દ્રિયેના વિજેતા બનીને, જેઓએ પિતાના આત્માના એક્ષપર્યાયને પ્રગટ કર્યો છે, તેઓ શ્રી સિદ્ધિસ્થાને વિરાજે છે અને શ્રી સિદ્ધિસ્થાને વિરાજનારા સર્વ તારકેને આપણે જ “નમે સિદ્ધાણું” પાઠ દ્વારા નમસ્કાર કરીએ છીએ. જેઓ રેજ અને તે પણ અનેક વાર શ્રી સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરનારા હોય, તેઓને “સંસાર શું છે અને મેક્ષ શું છે”—તે સમજાવવું પડે? કે તેઓ એને સમજેલા હોય? શ્રી સિદ્ધાત્માઓને રેજ ભાવથી નમસ્કાર કરનારાઓને, સંસારના સ્વરૂપ વિષે અને મોક્ષના સ્વરૂપ વિષે આછા પણ સાચે ખ્યાલ ન હોય, એ કેમ જ બને? માની લઈએ કે–જૈન કુળના ગે જ આપણને શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ થઈ જવા પામી છે અને કુલાદિના સંસ્કારેથી જ આપણે શ્રી નવકાર મંત્રને ગણુએ છીએ; પરન્ત શ્રી નવકાર મન્ત્ર દ્વારા કેને કોને નમસ્કાર કરાય છે, એ તે તમે જાણે છે ને? શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી આચાર્ય, શ્રી ઉપાધ્યાય અને શ્રી સાધુ, એ પાંચ પર મેષ્ઠિઓને શ્રી નવકાર મંત્ર દ્વારા નમસ્કાર કરાય છે, એવું તે ભાગ્યે જ તમારામાંને કેઈ નહિ જાણતા હેય ને? ત્યારે, શ્રી નવકાર મંત્રને ગણનારને કઈ દિ એમ ન થાય કે
શ્રી અરિહંતાદિ કે જે તારકેને હું રેજ અનેક વાર નમસ્કાર કરું છું, તે તારકમાં એવું તે શું છે, કે જેથી એ તારકેને રોજ નમસ્કાર કરવાને માટેની આ શ્રી નવકાર મંત્રમાં ચેજના કરવામાં આવી છે?” “નમે સિદ્ધાણં'—એમ બેલતાં,