________________
૧૦
પ્રભાવક અને પરમ ઉપકારક પ્રવચનેાના સારના પ્રચાર થાય, એવા આશયથી, જામનગરનિવાસી સ્વ॰ શેઠ શ્રી શાન્તિદાસ ખેતશીભાઇએ, રૂા. ૧૦૦૦૦ અંકે દશ હજાર રૂપીઆ દર વર્ષે એક ભેટ પુસ્તક છપાવવાને માટે શ્રી વીરશાસન કાર્યાલયને અર્પણ કરેલા; પરન્તુ શ્રી વીરશાસન કાર્યાલયના કાર્ય વાહુકાએ, સ્વ. શેઠ શ્રી શાન્તિદાસભાઈના આશય ખર આવે એ માટે, મજકુર આખી ય રકમ, શ્રી જૈન પ્રવચન કાર્યાલયને સુપ્રત કરી હતી. આથી, આ પુસ્તકના પ્રકાશનસમયે, સ્વ. શેઠ શાન્તિદાસભાઈના આભાર પ્રગટ કરવા અને સમ્યજ્ઞાનના પ્રચારની એમની અમલી ધગશની અનુમેદના કરવી, એ આવશ્યક છે. આ સ્થલે, અમેા, સ્વ. શેઠ શ્રી શાન્તિદાસભાઈ ના સાનુમેાદન આભાર માનીએ છીએ.
પ્રાન્ત-આ પુસ્તકના મુદ્રણમાં અમારા ષ્ટિદેોષથી અગર તા છપાવતાં જે ભૂલેા રહી જવાના કે નવી ઉત્પન્ન થઈ જવાના સંભવ છે તેથી, જે કાંઈ પણ અશુદ્ધિ રહી જવા પામી હાય, તે બદલ મિચ્છા મિ દુક્કડ દઈ એ છીએ; તેમ જ, અમારા અનુપયેાગાદિના કારણે જો આમાં કોઈ પણ ઉક્તિ પૂ. પ્રવચનકાર મહાત્માના આશયથી વિરૂદ્ધની આવી જવા પામી હુંય અને તેથી કદાચ અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞાથી વિરૂદ્ધની આવી જવા પામી હાય, તા તે બદલ પશુ નિચ્છા મિ દુક્કડ દઈએ છીએ અને વાચકોને નમ્રભાવે વિનવીએ છીએ કે જો એવી કોઈ ક્ષતિ તેમની દૃષ્ટિમાં આવે, તાતે તરફ અમારૂં ધ્યાન દોરવાની તૈએ કૃપા કરે.