________________
રાજહૃદય ભાગ-૧૪ સર્વ માં ઇતિહાસ લીધો છે. | મુમુક્ષુ –‘વભીપુરમાં.
પૂજ્ય ભાઈશ્રી – હા. પહેલું વહેલું ત્યાં સાધુઓનું એક અધિવેશન ભરાણું. એની અંદર ત્યાં શાસ્ત્રની પહેલીવહેલી રચના એ થઈ. શાસ્ત્ર સ્થાપ્યા. ત્યારપછી મંદિરો શરૂ થયા. એ પહેલા શાસ્ત્રો અને મંદિરો એ સંપ્રદાયની અંદર હજુ ચાલુ નહોતા થયા. એક જ શાસ્ત્ર અને એક જ સંપ્રદાય. એટલે અમુક શાસ્ત્ર Common છે એનું કારણ કે ‘ઉમાસ્વામી મહારાજનું તત્ત્વાર્થસૂત્ર' Common છે. એ શાસ્ત્ર આજે બંને સંપ્રદાય સ્વીકારે છે. એ સત્રોને પણ સ્વીકારે છે, માન્ય કરે છે. પછી કહે એમ કે આ અમારા પંથના આચાર્ય છે, કોઈ એમ કહે કે આ અમારા પંથના આચાર્ય છે. પણ સૂત્રો બંનેને માન્ય છે. આચાર્ય ગમે તે પંથમાં થયા હોય તો થયા અને ગયા. વાત પૂરી થઈ ગઈ. સૂત્રો રહી ગયા. સૂત્રો બંનેને માન્ય છે. “સક્વનજ્ઞાનવારિત્રાળી મોક્ષમા એમાં કોઈ ના પાડે એમ નથી. કોઈ સૂત્રમાં. એક સૂત્ર પ્રત્યે પણ કોઈને અમાન્યપણું નથી. સેંકડો સૂત્રો એમણે રચ્યા છે એ બધા સૂત્રો માન્ય છે. બંને સંપ્રદાયને આખો ગ્રંથ જ માન્ય છે.
મુમુક્ષુ – ઉમાસ્વામી'...
પૂજ્ય ભાઈશ્રી – હા, એ ઉમાસ્વાતી કહે છે. આપણે ‘ઉમાસ્વામી કહીએ છીએ. હવે એ તી હોય કે મ હોય એની સાથે બહુ મતલબ નથી. જે સૂત્રો છે એ માન્ય છે.
મુમુક્ષુ - સૂત્રો બધા એમનેમ જ છે?
પૂજ્ય ભાઈશ્રી:- એમનેમ જ છે. કોઈ ફેરફાર વગર એમને એમ જ છે. બંને સંપ્રદાયને આખો ગ્રંથ માન્ય છે.
મુમુક્ષુ:- કયો ગ્રંથ?
પૂજ્ય ભાઈશ્રી – ‘તત્ત્વાર્થસૂત્ર', “મોક્ષશાસ્ત્ર'. “મોક્ષશાસ્ત્ર' બીજું નામ છે. અને એના ઉપર દિગંબર આચાર્યોની ઘણી ટીકા થઈ છે, શ્વેતાંબર આચાર્યોની પણ ટીકા થઈ છે. કેમકે સૂત્રની અંદર લગભગ ત્રણે અનુયોગ લીધા છે. એક કથાનુયોગ નથી આવતોપુરાણ નથી. બાકી કરણાનુયોગનો વિષય છે, ચરણાનુયોગનો વિષય છે, દ્રવ્યાનુયોગનો વિષય છે અને અધ્યાત્મનો વિષય પણ ઘણો છે. એટલે એ એક શાસ્ત્ર એવું છે કે જેને