________________
પત્રાંક-૬૯૧
૪૫ જઓ!આચાર્યપદ સુધી આ વિકલ્પ આવે છે કે જિનેશ્વરદેવનું તત્ત્વજ્ઞાન ચાલું રહેવું જોઈએ. ભલે આ પંચમકાળ છે તોપણ જિનેન્દ્રદેવનો કહેલો માર્ગ અને એમનું કહેલું તત્ત્વ ચાલુ રહેવું જોઈએ. આ વિકલ્પ એમને આવ્યો છે. એટલે એમણે જોયું કે આ મુનિસંઘમાંથી કોઈ એવા સમર્થ મુનિઓ હોય તો એમને હું આ મારું ધારણાજ્ઞાન આપું, આદેશ પણ કરું કે તમે હવે આ પુસ્તકારૂઢ, ગ્રંથારૂઢ કરો. આ જ્ઞાનને તમે ગ્રંથારૂઢ કરો.
એ વિકલ્પમાં ને એ વિકલ્પમાં ગિરનારની અંદર જ્યારે પોતે વિચારે છે ત્યારે એક રાત્રે એમને સ્વપ્ન આવે છે. કોઈ બે બળદ પોતાની સમીપમાં ચાલ્યા આવતા હોય અને આંખ ખુલી જાય છે અને ત્યારપછી તરત જ પુષ્પદંત’ અને ‘ભૂતબલી નામના બે મહામુનિરાજનો એમને સંયોગ થાય છે અને ગિરનારની અંદર “ધરસેનાચાર્યની ગુફા અત્યારે કહેવાય છે. ત્યાં એમણે આ શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. કે જે શાસ્ત્ર “ષખંડાગમ'ના નામે એમણે ગ્રંથારૂઢ કર્યા, તાડપત્રો ઉપર લખ્યા અને પહેલી વહેલી શાસ્ત્રપૂજા અંકલેશ્વરમાં શ્રુતપંચમીને દિવસે થઈ. જેઠ સુદ ૫.
મુમુક્ષુ:- “સમયસાર પહેલા કે પછી ?
પૂજ્ય ભાઈશ્રી – “સમયસાર” પહેલા. પહેલી જે સાહિત્યની શરૂઆત થઈ છે એ “પખંડાગમથી થઈ છે. ત્યારપછી જે “કુંદકુંદાદિ આચાર્યો થયા. એમણે ત્યારપછીના આચાર્યોએ, મુનિઓએ જે કાંઈ પોતાને જ્ઞાન હતું એ ગ્રંથારૂઢ કરવા લાગ્યા. પણ શરૂઆત ત્યાંથી થઈ છે. એ પહેલાના મુનિઓ બધા જ્ઞાનની અંદર ભરી રાખતા. ગ્રંથની અંદર ભરવાને બદલે જ્ઞાનમાં રાખી લેતા હતા. એટલા સમર્થ હતા. અને એ રીતે પ્રચાર, પ્રસાર, ઉપદેશ વગેરે ચાલતું. પછી એ પરિસ્થિતિ ન જોઈ ત્યારે એમણે એ વાત ગ્રંથારૂઢ કરી છે. ત્યારપછી એ ગ્રંથોની પરંપરા ચાલી છે.
કહેવાનો મતલબ શું છે? કે ગ્રંથો આચાર્યોએ રચ્યા છે. એમાં શ્વેતાંબર આમ્નાયમાં એ જિનાગમના નામે પ્રસિદ્ધ છે. જિનેન્દ્રદેવની રચના ગણવામાં આવે છે. પણ એ રચના પણ ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણકાળ પછી લગભગ એકાદ હજાર વર્ષથી થઈ છે. સંપ્રદાય તો પાંચસો વર્ષ પછી બે ફાંટા પડ્યા. લગભગ કુંદકુંદાચાર્યદેવના વખતમાં. અને ત્યારપછી લગભગ પાંચસો-સાતસો વર્ષે, સાતસો-આઠસો વર્ષ. આપણે આમાં ‘નિ સાસ