________________
૩૦૪
પત્રાંક-૭૦૮
રાજહૃદય ભાગ-૧૪
રાળજ, ભાદરવા, ૧૯૫૨
બીજા જેઠ સુદ ૧ નિએ આપના પ્રત્યે લખેલું પત્ર ધ્યાન પહોંચે તો અત્ર મોકલી x x x` જેમ ચાલ્યું આવ્યું છે, તેમ ચાલ્યું આવે અને મને કોઈ પ્રતિબંધથી વર્તવાનું કારણ નથી, એવો ભાવાર્થ આપે લખ્યો તે વિષે સંક્ષેપમાં જાણવા અર્થે નીચે લખ્યું છે :–
જૈન દર્શનની રીતિએ જોતાં સમ્યગ્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે. જૈનમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે, તે જ માત્ર સમજાવું મુશ્કેલ થઈ પડે છે. વળી વર્તમાનમાં તે જ્ઞાનનો તેણે જ નિષેધ કર્યો છે, જેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફ્ળ ન દેખાય.
જૈનપ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે તો કોઈ પણ પ્રકારે તે માર્ગનો ઉદ્ધાર અમ જેવાને દ્વારે વિશેષ કરીને થઈ શકે, કેમકે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ. વર્તમાનમાં જૈનદર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે, તેમાંથી જાણે જિનને x x x' ગયો છે, અને લોકો માર્ગ પ્રરૂપે છે. બાહ્ય કુટારો બહુ વધારી દીધો છે, અને અંતમાંર્ગનું ઘણું કરી જ્ઞાન વિચ્છેદ જેવું થયું છે. વેદોક્ત માર્ગમાં બસ ચાર્લ્સે વર્ષે કોઈ કોઈ મોટા આચાર્ય થયા દેખાય છે કે જેથી લાખો માણસને વેદોક્ત રીતિ સચેત થઈ પ્રાપ્ત થઈ હોય. વળી સાધારણ રીતે કોઈ કોઈ આચાર્ય અથવા તે માર્ગના જાણ સારા પુરુષો એમ ને એમ થયા કરે છે, અને જૈનમાર્ગમાં ઘણાં વર્ષ થયાં તેવું બન્યું દેખાતું નથી. જૈનમાર્ગમાં પ્રજા પણ ઘણી થોડી રહી છે, અને તેમાં સેંકડો ભેદ વર્તે છે, એટલું જ નહીં પણ મૂળમાર્ગ'ની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશકના
૧. અહીં અક્ષ૨ ત્રુટી ગયા છે.