________________
૨
રાજહૃદય ભાગ-૧૪ છે, પણ ઘણું કરીને અર્થાંતર થયેલ નથી.’ એટલે લખેલા પત્રો છે. ક્યાંક કચાંક અક્ષર બદલાયો છે તો ક્યાંક ક્યાંક શબ્દ પણ બદલાયો છે. એવો ખ્યાલ આવ્યો છે. પણ એનો કહેવાનો અર્થ છે એમાં ફેર નથી પડ્યો. ‘તેથી તેવી પ્રતો શ્રી સુખલાલ તથા શ્રી કુંવરજીને મોકલવામાં અડચણ જેવું નથી.' જે પ્રતો મોકલવી હતી એ સીધી મોકલવાની બદલે ‘સુખલાલભાઈ’ને ‘વિરમગામ’, ‘કુંવરજીભાઈ’ને ‘કલોલ’. એ ‘કૃપાળુદેવ’ને મોકલી છે. એને જોઈ લીધી છે. એ મોકલવામાં વાંધા જેવું નથી. પાછળથી પણ તે અક્ષર તથા શબ્દની શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે.’ ફેરફાર કરવો હશે તો પાછળથી કરી શકાશે. એટલે એ Post card લખેલું છે.
પત્રાંક-૬૮૯
વવાણિયા, વૈશાખ વદ ૬, રવિ, ૧૯૫૨
આર્ય શ્રી માણેકચંદાદિપ્રત્યે, શ્રી સ્તંભતીર્થ.
સુંદરલાલે વૈશાખ વિદ એકમે દેહ છોડ્યાના ખબર લખ્યા તે વાંચ્યા. વિશેષ કાળની માંદગી વિના, યુવાન અવસ્થામાં અકસ્માત્ દેહ છોડવાનું બન્યાથી સમાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે, તો પછી જેણે કુટુંબાદિ સંબંધસ્નેહે મૂર્છા કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રયભાવના રાખી હોય, તેને ખેદ થયા વિના કેમ રહે ? આ સંસારમાં મનુષ્યપ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસંગમાંનો એક આ મોટો ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદવિશેષને પ્રાપ્ત થાય છે, અને યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્યવિશેષ થાય છે, સંસારનું અશરણપણું, અનિત્યપણું અને અસારપણું વિશેષ દૃઢ થાય છે.
વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂર્છાભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે, અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે, અને તે સત્ય છે. મૂર્છાભાવે ખેદ કર્યાંથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂર્છા થાય